Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

યુ.એસ.માં ' એકલ વિદ્યાલય ફાઉન્ડેશન ' ના ઉપક્રમે આંતર રાષ્ટ્રીય વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરાયું : યુ.એસ.એ.,કેનેડા ,ભારત ,તથા ઓસ્ટ્રેલિયાના મળી 600 રજીસ્ટર્ડ મેમ્બર્સે વર્ચ્યુલ હાજરી આપી : ફાઉન્ડેશન દ્વારા કરાયેલી કામગીરીનો અહેવાલ આપવાની સાથે ભાવિ પ્રોગ્રામ વિષે માહિતી આપવામાં આવી

યુ.એસ.: તાજેતરમાં ' એકલ વિદ્યાલય ફાઉન્ડેશન ના ઉપક્રમે આંતર રાષ્ટ્રીય વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ ગઈ.જેમાં યુ.એસ.એ.,કેનેડા ,ભારત ,તથા ઓસ્ટ્રેલિયાના મળી 600 રજીસ્ટર્ડ મેમ્બર્સે વર્ચ્યુલ હાજરી આપી હતી.
કોન્ફરન્સમાં ફાઉન્ડેશન દ્વારા કરાયેલી કામગીરીનો અહેવાલ આપવાની સાથે ભાવિ પ્રોગ્રામ વિષે પણ માહિતી આપવામાં આવી હતી.જે મુજબ આગામી દિવસોમાં ભારતના 1 લાખ 2 હજાર ગામોના બાળકોને શિક્ષિત કરવાનો લક્ષ્યાંક વ્યક્ત કરાયો હતો.
કોન્ફરન્સમાં ભારતના છેવાડાના વિસ્તારોના બાળકોને શિક્ષણ ઉપરાંત હેલ્થકેર ,ડિજિટાઇઝેશન ,ફાર્મિંગ રિસર્ચ ,સહિત ક્ષેત્રે સજ્જ કરાયા હોવા અંગે માહિતી અપાઈ હતી.આ વર્ષે કોવિદ 19 સંજોગો વચ્ચે ફંડની વધુ જરૂરિયાત ઉભી થાય તેમ હોવાથી નક્કી કરેલા લક્ષ્યાંકના 80 ટકા રકમ ભેગી થઇ ગઈ હોવાનું જણાવાયું હતું. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એલાનને  માન આપી  હાલના 1200 સ્કૂલના બાળકોને મળતા ડિજિટલ એજ્યુકેશનનો લાભ 2025 ની સાલ સુધીમાં  1 લાખ સ્કૂલોના બાળકોને આપી સજ્જ કરવાનો સંકલ્પ કરાયો છે. તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

(7:04 pm IST)