Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

મકરસંક્રાંતિ પૂર્વે સરકારનો ખેલ પાડવા RJDની ચેલેન્જ

બિહારમાં રાજકીય સ્થિતિ હાલકડોલક : જેડીયુના ૧૭ ધારાસભ્ય આરજેડીમાં આવવા માટે તૈયાર

પટણા, તા.૧૧ : બિહારમાં ભલે સરકાર બની ગઇ હોય પરંતુ અહીં બધું બરાબર ચાલી રહ્યું નથી. નીતીશકુમાર ભાજપ પર નિશાન સાંધી રહ્યા છે તો રાષ્ટ્રીય જનતા દળ જેડીયુને તોડવાનો દાવો કરી રહ્યા છે. સિલસિલામાં હવે બિહાર ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવએ નવો દાવો કર્યો છે. ભુપેન્દ્ર યાદવે તેજસ્વી યાદવને કહ્યું કે મકરસંક્રાંતિ બાદ તેઓ પોતાની પાર્ટીને બચાવી શકે તો બચાવી લે નહીં તો તેમની પાર્ટીમાં તિરાડ પડવાનું નક્કી છે.

ભુપેન્દ્ર યાદવે કહ્યું કે આરજેડીમાં લાલુના પરિવારવાદથી નેતાઓમાં ગુસ્સો છે. તેમણે દાવો કર્યો કે સંક્રાંતિ બાદ તેમની પાર્ટી તૂટવાથી બચાવી શકશે નહીં. ભુપેન્દ્ર યાદવ રવિવારના રોજ પટના જિલ્લા કાર્યસમિતિની બેઠકના અંતિમ સત્રને સંબોધિત કરી રહ્યા હતા.

ભુપેન્દ્ર યાદવના દાવાનો જવાબ આપવા માટે આરજેડીની તરફથી પાર્ટી પ્રવકતા મૃત્યુંજય તિવારી સામે આવ્યા અને ભુપેન્દ્ર યાદવની ચેતવણીનો જડબાતોડ જવાબ આપ્યો. અમારી ચેલેન્જ છે ભાજપને બિહારમાં જો સરકારને બચાવી શકે તો બચાવી લે. ભાજપ બહુ છટપટ કરશે તો કમુહુર્તામાં આરજેડી ખેલ પાડી દેશે અને ભાજપને રફેદફે કરી દેશે. આરજેડીની તરફથી ખુલ્લો પડકાર છે.

મૃત્યુંજય તિવારીએ ભુપેન્દ્ર યાદવને પ્રશ્ન પૂછયો કે શું આખરે બિહારમાં ૧૯ લાખ રોજગારીનું સર્જન, ધ્વસ્ત કાયદો વ્યવસ્થા અને વધતા ગુનાના મુદ્દા પર તેઓ પોતાની વાત કેમ કહેતા નથી?

મૃત્યુંજય તિવારીએ કહ્યું કે ભુપેન્દ્ર યાદવનું આરજેડીને બર્બાદ કરવાનું સપનું પુરૃં નહીં થાય અને તેની પહેલાં ભાજપ બર્બાદ થઇ જશે.

આપને જણાવી દઇએ કે હાલમાં બિહારમાં પક્ષ વિપક્ષની વચ્ચે જુબાની જંગ ચાલી રહ્યો છે. અહીં બંને તરફથી દાવો કરાઇ રહ્યો છે કે ૧૪ જાન્યુઆરી એટલે કે મકરસંક્રાંતિ બાદ બિહારમાં મોટા ફેરફાર થશે. તેની પહેલાં આરજેડી નેતા શ્યામ રજકે દાવો કર્યો હતો કે જેડીયુના ૧૭ ધારાસભ્ય આરજેડીમાં આવવા તૈયાર છે.

(7:28 pm IST)