Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

અમેરિકી ચૂંટણીમાં બીડનના પ્રચાર અભિયાનને રશીયન હેકર્સ દ્વારા નુકશાન પહોંચાડાઇ રહ્યુ છે

માઇક્રોસોફટે પણ બીડનના મુખ્ય ચૂંટણી સલાહકારને

નવી દિલ્હી,તા.૧૧: ડેમોક્રેટીક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બીડનના ચૂંટણી અભિયાનને રશીયાના હેકર્સ નુકશાન પહોંચાડી રહ્યા છે. આરોપ છે કે રશીયાના હેકર્સ વોંશીગ્ટન સ્થિત ફર્મ એસકેડીકે નિકરબોકરના કર્મચારીઓની સીસ્ટમ હેક કરવાનો પ્રયાસ કરેલ. આ ફર્મ ડેમોક્રેટીક પાર્ટીના બીડન સહિતના નેતાઓના ચૂંટણી અભિયાન સંબંધી રણનીતી અને કોમ્યુનિકેશન પ્રક્રીયાઓ સાથે જોડાયેલી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ઘટના પાછલા બે મહિનાથી થઇ રહી છે.

હાલમાં જ માઇક્રોસોફટ કોર્પ બીડનના મુખ્ય ચુંટણી સલાહકારને સર્તકર કરતા જણાવેલ કે કેટલીક શંકાસ્પદ હેકર્સ તમારી કોમ્પ્યુટર સીસ્ટમમાં ઘુસવાનો પ્રયાસ કરે છે. હેકર્સે બે મહિનામાં બીડનના ચૂંટણી અભિયાનનું કામ જોઇ રહેલ કર્મચારીઓની સીસ્ટમમાં ઘુસવાના ઘણા પ્રયાસો કર્યા છે. જો કે આ ફર્મ દ્વારા કોઇ પણ કહેવા ઇન્કાર કર્યો છે.

અમેરિકી ચૂંટણી મામલે ભાજપના વિદેશ મામલાના પ્રમુખ વિજય ચૌથાઇવાલે ઓવરસીઝ ફેન્ડસ ઓફ બીજેપીના અમેરિકાના ચેપ્ટરને પત્ર લખી જણાવેલ કે અમેરિકાના કોઇ પણ રાજકીય પક્ષ માટે પ્રચાર અભિયાનમાં ભાજપના નામનો ઉપયોગ ન કરે અમેરિકી ચૂંટણીમાં ભાજપની કોઇ ભૂમિકા નથી.

(12:47 pm IST)