Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ભવિષ્યમાં માનવ ઉડવા માટે પણ સક્ષમ બનશે

-કાર ઉત્પાદક કંપની BMW એ માનવને ઉડવાની શક્તિ પણ પ્રદાન કરવાનો દાવો કર્યો : વિંગસુટ બેટમેન જેવી ફીલ આપશે: સંપૂર્ણ ઇલેક્ટ્રિક સૂટ 3 વર્ષની જહેમત બાદ તૈયાર કરાયો

નવી દિલ્હી :કાર ઉત્પાદક કંપની BMW એ માનવને ઉડવાની શક્તિ પણ પ્રદાન કરવાનો દાવો કર્યો છે . પેટ્રોલ અને ડીઝલની સાથે ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી કંપનીએ આ વખતે વિંગસુટ ડિઝાઇન કર્યો છે. આ શૂટ બેટમેન જેવી ફીલ આપે છે. સૂટ સંપૂર્ણ ઇલેક્ટ્રિક છે અને છેલ્લા 3 વર્ષની જહેમત બાદ તે તૈયાર કરાયો છે.

આ સૂટ બનવાનો ખ્યાલ એક વ્યાવસાયિક વિંગસુટ પાઇલટ પીટર સાલ્ઝમના મનમાં આવ્યો હતો. BMW i અને ડિઝાઇન વર્કસ વચ્ચે એક કોલોબ્રેશન બાદ વિંગસ્યુટ તૈયાર કરાયો છે. પીટરએ વિંગસૂટ પહેરીને પરીક્ષણ કર્યું છે અને તેનો વીડિયો યુટ્યુબ પર પણ શેર કરવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક વિંગ્સ્યુટ સાથે પીટર ઉડાન ભરવામાં સફળ રહ્યો છે. સામાન્ય વિંગ્સ્યુટની ગતિ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે હોય છે પરંતુ BMW ના વિંગસૂટની ઝડપ 300 કિ.મી. નોંધાઈ છે.

BMW દ્વારા તૈયાર કરાયેલ આ ઇલેક્ટ્રિક વિંગ્સ્યુટમાં બે કાર્બન પ્રોપેલર્સ અને ફ્લાય માટે ઇમ્પેલર છે જે 7.5 KW પાવરનું આઉટપુટ ઉત્પન્ન કરે છે.વિંગસૂટની ઝડપ આશરે 25,000 RPM છે અને કુલ આઉટપુટ 15 KW અથવા 20 BHP સુધી છે. જો કે હાલમાં તે માત્ર 5 મિનિટનો છે. હાલમાં આ સૂટનો ઉપયોગ માત્ર પરીક્ષણ સ્તર પર કરવામાં આવી રહ્યો છે.

(1:16 pm IST)