Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ઉદ્ઘવ ઠાકરેનું કાર્ટૂન ફોરવર્ડ કરવું ભારે પડ્યું: નેવીના ભૂતપૂર્વ અધિકારી સાથે થઈ મારપીટ

મુંબઈમાં નેવીના ભૂતપૂર્વ અધિકારીએ વોટ્સએપ પર ઉદ્ઘવ ઠાકરેનું કાર્ટૂન ફોરવર્ડ કરતા કેટલાક લોકોએ તેમની સાથે મારપીટ કરી

મુંબઈ,તા.૧૨: : મુંબઈના સમતા નગરમાં નેવીના ભૂતપૂર્વ અધિકારીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ભાજપના ધારાસભ્ય અતુલ ભટખલકરે તે માટે શિવસેનાને જવાબદાર ગણાવી છે. મારામારીમાં ભૂતપૂર્વ અધિકારીના ચહેરા અને આંખોમાં ઈજા થઈ છે. નેવીના ભૂતપૂર્વ અધિકારી સાથે એટલી ખરાબ રીતે મારપીટ એટલા માટે કરવામાં આવી હતી કેમ કે તેમણે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેનું એક કાર્ટૂન વોટ્સએપ પર ફોરવર્ડ કર્યું હતું. મારપીટના આરોપમાં કમલેશ કદમ અને તેના ૮થી ૧૦ સાથીઓ વિરુદ્ઘ એફઆરઆઈ દાખલ કરવામાં આવી છે.

મારપીટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. તેમની પુત્રીએ કહ્યું હતું કે, મારા પિતાએ એક મેસેજને વોટ્સએપ પર ફોરવર્ડ કર્યો હતો. ત્યારબાદ તેમના પર સતત ફોન આવવા લાગ્યા હતા. તેમણે ફોન કરીને બહાર બોલાવવામાં આવ્યા અને બાદમાં તેમની સાથે મારપીટ કરવામાં આવી. મારપીટ કરનારા લોકોએ તે પણ પૂછ્યું હતું કે શું તમે ભાજપવાળા છો?

ભાજપના ધારાસભ્ય અતુલ ભટખલકરે કહ્યું છે કે, અભિનેત્રી કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ કરીને મર્દાનગી દેખાડનારા સત્ત્।ાધારી શિવસેનાએ હવે સત્ત્।ાના નશામાં નેવીના એક ભૂતપૂર્વ વૃદ્ઘ અધિકારી મદન શર્મા સાથે મારપીટ કરી છે. આ ઘટનામાં તેમની આંખ અને ચહેરા પર ઘણી ઈજાઓ થઈ છે. મુખ્યમંત્રી ઘરે બેસીને સરમુખત્યારશાહી ચલાવી રહ્યા છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના અંગે જણાવ્યું છે કે, આ ઘણી આઘતજનક અને દુખદ ઘટના છે. રિટાયર્ડ નેવલ ઓફિસરને ફકત એક વોટ્સએપ ફોરવર્ડ માટે ગુંડાઓએ ફટકાર્યા. ઉદ્ઘવ ઠાકરેજી મહેરબાની કરીને આ ગુંડારાજને રોકો. અમે આ ગુંડાઓ પર આકરી કાર્યવાહી અને સજાની માંગ કરીએ છીએ.

(11:25 am IST)