Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અમેરિકાની બજેટ ખાધ 11 મહિનામાં સર્વકાલીન રેકોર્ડ 3000 અબજ ડોલરના ટોચના સ્તરે પહોંચી

છેલ્લા બજેટખાદ્યનો રેકોર્ડ 2009માં બન્યો હતો : હાલની ખાદ્ય તેના કરતા બમણાથી વધુ

નવી દિલ્હી : અમેરિકાની બજેટ ખાધ ચાલુ બજેટ વર્ષનાં પહેલા મહિનામાં 3 હજાર ડોલરનાં સર્વકાલિન ઉચ્ચસ્તરે પહોચી ગઇ છે, નાણા વિભાગે આપેલી માહિતી પ્રમાણે અમેરિકાની સરકારને કોરોના વાયરસ રોગચાળાનાં પ્રભાવને ઘટાડવા માટે મોટી રકમ ખર્ચ કરવી પડી છે, રોગચાળાનાં કારણે અમેરિકામાં લાખો નોકરીઓ ચાલી ગઇ છે.

ચાલુ બજેટ વર્ષનાં ઓક્ટોબરથી ઓગસ્ટનાં 11 મહિનાનાં સમયગાળામાં બજેટ ખાધ 3 હજાર ડોલર પર પહોંચી ગયો છે, આ પહેલા 11 મહિનાનાં સમયગાળામાં બજેટ ખાધનો રેકોર્ડ 2009માં બન્યો હતો, આ સમયે બજેટ ખાધ 1,370 અબજ ડોલર રહ્યો હતો, આ 2008નાં વૈશ્વિક નાણાકિય સંકટનો સમય હતો, હાલની બજેટ ખાધ છેલ્લા રેકોર્ડથી બે ગણાંથી પણ વધુ છે.

અમેરિકાનું 2020નું બજેટ વર્ષ 30 સપ્ટેમ્બરે સમાપ્ત થવાનું છે, અમેરિકન કોંગ્રેસની બજેટ ઓફિસનું અનુમાન છે કે સમગ્ર બજેટ વર્ષમાં બજેટ ખાધ 3,300 અબજ ડોલર રહેશે.

(6:18 pm IST)