Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

' ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઈલ્ડ ડે ' : 11 ઓક્ટોબરના રોજ કરાયેલી ઉજવણી અંતર્ગત દિલ્હીની 18 વર્ષીય યુવતી ચૈતન્ય વેંકટેશ્વરન એક દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશનર બની

ન્યુદિલ્હી : ' ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઈલ્ડ 'ની ઉજવણીના ભાગરૂપે આજ 11 ઓક્ટોબર 2020 ના રોજ ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશનના ઉપક્રમે ' હાઇ કમિશનર ફોર ધ ડે સ્પર્ધા ' નું આયોજન કરવામાં આવ્યું જતું.જેમાં વિજેતા થયેલી દિલ્હીની 18 વર્ષીય યુવતી ચૈતન્ય વેંકટેશ્વરનને એક દિવસ માટે બ્રિટિશ હાઇ કમિશન બનાવાઈ હતી.
ભારત ખાતેના યુ.કે.ના સીનીઅર મોસ્ટ ડિપ્લોમેટ શ્રી ચૈતન્ય વેન્કેટેશ્વરને જણાવ્યું હતું કે આ આયોજન થકી મને હાઇ કમિશનર ઓફિસના સીનીઅર અધિકારીઓ ,સીનીઅર મહિલા ઓફિસરો , તથા મીડિયા કર્મીઓ , સાથે વાતચીત કરવાની તક મળી હતી.  તેમજ બ્રિટિશ કાઉન્સિલ દ્વારા મહિલા સ્પર્ધકોને અપાતી STEM
સ્કોલરશિપનું લોન્ચિંગ કરવાની તક મળી હતી.
તેમણે ઉમેર્યું હતું કે મારો આખો દિવસ  મીડિયા ,પોલીસિન્ગ અને  STEM  સહિતના ક્ષેત્રોમાં મહિલાઓની વિવિધ  ભૂમિકા અંગે અનુભવો મેળવવામાં વ્યસ્ત રહ્યો હતો.મહિલાઓને દરેક ક્ષેત્રોમાં મદદરૂપ થવાની આ અનુભવથી મને  પ્રેરણા મળી હતી.
હું નાનપણમાં સમય મળે ત્યારે ન્યુદિલ્હીમાં આવેલી  બ્રિટિશ કાઉન્સિલ લાઈબ્રેરીમાં જતી હતી.તેના કારણે મને ઘણું શીખવા મળ્યું.એક દિવસ માટે બ્રિટિશ  હાઇ કમિશનર બનવા મળ્યું તે મારા માટે સોનેરી તક હતી.
બ્રિટિશ હાઇ કમિશનના ઉપક્રમે 2017 ની સાલથી ' ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઈલ્ડ  '  ઉજવવામાં આવે છે.જેનો હેતુ ભાવિ પેઢીની મહિલાઓને નેતૃત્વ શક્તિ પુરી પાડવાનો તેમજ વિશ્વમાં મહિલાઓ માટે ઉભા થતા પડકારોનો સામનો કરવા માટે તેઓને  સજ્જ કરવાનો છે.
ભારત ખાતેના યુ.કે.ના એક્ટિંગ હાઇ કમિશનર જાન થોમ્પસને જણાવ્યું હતું કે આ દિવસની ઉજવણીનો હેતુ વિશેષ બુદ્ધિ શક્તિ ધરાવતી યુવતીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનો તથા ભારત અને યુ.કે.વચ્ચેના સબંધો ગાઢ બનાવવાનો છે.ચૈતન્યને ભાવિ શ્રેષ્ઠ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવું છું.
ગયા  વર્ષે ઉત્તર પ્રદેશની 22 વર્ષીય યુવતી આયેશા ખાન વિજેતા બની હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:39 am IST)