Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

બિહાર ચૂંટણીઃ ભાજપે જાહેર કર્યુ સ્ટાર પ્રચારકોનું લિસ્ટ : પીએમ મોદી સહિત ૩૦ નેતાઓના નામ

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીને જોતા ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ સહિત ૩૦ લોકોના નામ આ લિસ્ટમાં છે. આ બધા બિહાર ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો માટે મત માગશે. ભાજપે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચારકોની યાદી જાહેર કરી છે, જેમાં આ લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, સંજય જયસ્વાલ, સુશીલ મોદી, ભૂપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ, રાધામોહન સિંહ, રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, સ્મૃતિ ઈરાની, અશ્વિનીકુમાર ચૌબે, નિત્યાનંદ રાય, આરકે સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન, યોગી આદિત્યનાથ, રઘુવરદાસ, મનોજ તિવારી, બાબુલાલ મરાંડી, નંદ કિશોર યાદવ, મંગલ પાંડે, રામકૃપાલ યાદવ, સુશીલ સિંહ, ચેદી પાસવાન, સંજય પાસવાન, જનક ચમાર, સમરત ચૌધરી, વિવેક ઠાકુર અને નિવેદિતા સિંહ. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ રવિવારે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પોતાની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે.  ત્રીજા લિસ્ટમાં ૪૬ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ અત્યાર સુધી કુલ ૭૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી ચુકયું છે. પ્રથમ યાદીમાં ૨૭ તો બીજી યાદીમાં બે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

(12:53 pm IST)