Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

મોદી સરકાર તમામ વચનોની જેમ GST ની આવકમાં રાજ્યોને ભાગ આપવાનું વચન પણ ભૂલી :રાહુલ ગાંધી

કોર્પોરેટને 1.4 લાખ કરોડની ટેક્સ કટ આપી, પોતાના માટે 8400 કરોડના વિમાનો ખરીદ્યું.હવે રાજ્યોને ઉધ્ધાર લેવાનું કહે છે

નવી દિલ્હી:અર્થતંત્ર, લોકડાઉન અને બેરોજગારીના મુદ્દે, કેન્દ્રમાં સતત મોદી સરકારને નિશાન બનાવતી રહેલી કોંગ્રેસ પાર્ટી, હવે કૃષિ કાયદાઓ અને જી.એસ.ટી. ની આવક પર હુમલો કરી રહી છે. જીએસટી કાઉન્સિલની અગાઉની અનેક બેઠકો પછી પણ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સમાધાન ન મળતાં, ફરી એકવાર વડા પ્રધાન મોદીને ઘેરી લીધા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે,' આ સરકાર તમામ વચનોની જેમ જીએસટીની આવક માટે પણ ફરી ગઈ છે. આ દરમિયાન તેમણે આઠ હજાર કરોડના વિમાનની ખરીદીને, પણ નકામો ખર્ચ હોવાનું કહીને કડક નિંદા કરી હતી.'

સોમવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, 'કેન્દ્ર સરકારે રાજ્યો ને જીએસટી આવકનું વચન આપ્યું હતું. દરમિયાન, કોરોના રોગચાળા અને વડા પ્રધાનના વિચિત્ર નિર્ણયોને કારણે, અર્થવ્યવસ્થા અટકી ગઈ હતી. પીએમ મોદીએ કોર્પોરેટને 1.4 લાખ કરોડની ટેક્સ કટ આપી, પોતાના માટે 8400 કરોડના વિમાનો ખરીદ્યું. હવે જ્યારે કેન્દ્ર પાસે રાજ્યોને આપવા માટે પૈસા નથી ત્યારે નાણામંત્રી રાજ્યોને ઉધાર લેવાનું કહે છે.'

તેમણે કહ્યું કે,' જ્યારે તમારે કોઈ વચન પૂરું કરવું ન હતું, તો પછી લોકોને આશા કેમ આપો છો?' તેમણે સવાલ કર્યો કે,' તમારા મુખ્યમંત્રી પીએમ મોદી માટે, તેમના ભાવિને શા માટે ગીરવી રાખે ?'

  અત્રે ઉલ્લેખનીય છે કે, જીએસટી પસાર થતા સમયે કેન્દ્રને જીએસટી આવક ને રાજ્યો સાથે વહેંચવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ લાંબા સમયથી રાજ્યો ની આવક, કેન્દ્ર પાસે અટવાઈ છે. આવી સ્થિતિમાં, કોરોના સંકટ અને જીડીપીના ઘટાડાને કારણે સરકાર મહેસૂલ ચૂકવવામાં અસમર્થ છે. હવે જ્યારે રાજ્યો પાસેથી મહેસૂલ આપવાનું દબાણ કરવામાં આવ્યું ત્યારે તે કેન્દ્ર પાસેથી ઉધાર લેવાનું કહેવામાં આવ્યું, જેથી રાજ્યો તેમનો ખર્ચ ચલાવી શકે. આ મુદ્દા પર, જીએસટી બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઝગડો છે. જો કે, ઘણા રાજ્યોએ ઉધાર લેવાના સરકારી વિકલ્પને નકારી દીધો છે.

(1:56 pm IST)