Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

એન્કાઉન્ટરમાં લશ્કરનો ટોચનો કમાન્ડર સૈફુલ્લાહ ઠાર મરાયો

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું આતંક વિરોધી અભિયાન : તાજેતરમાં નૌગામમાં સીઆરપીએફ ઉપરના હુમલામાં સામેલ સૈફુલ્લાહ-અન્ય આતંકી ઈર્શાદને પણ ઠાર કરાયો

શ્રીનગર, તા. ૧૨ : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં સુરક્ષા દળોએ લશ્કરના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ દાનાઆલીને એક્નાઉન્ટરમાં છાર કર્યો હતો. સૈફુલ્લાહ પાકિસ્તાની નાગરિક હતો. તે જ સમયે, એક્નાઉન્ટરમાં માર્યા ગયેલા બીજા આતંકીની ઓળખ ઇર્શાદ તરીકે થઈ છે જે પુલવામાનો રહેવાસી હતો અને તે અહીં લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર હતો. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આઈજી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે, ' પાકિસ્તાન આતંકવાદી સૈફુલ્લાહ સાથે લશ્કર-એ-તોયબાના સ્થાનિક આતંકવાદીને ઘેરી લેવાયો હતો. સૈફુલ્લા સપ્ટેમ્બરમાં અને તાજેતરમાં નૌગામમાં સીએપીએફ પર થયેલા હુમલામાં સામેલ હતો. તેમાં બે સૈનિકો માર્યા ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સૈફુલ્લાહ સીઆરપીએફને નિશાન બનાવતો હતો. નૌગામ,ચંડૂરા અને પંપોરમાં સીઆરપીએફ પર થયેલા હુમલામાં સૈફુલ્લાહ સામેલ હતો.

        ડીજીપીએ કહ્યું કે આ વર્ષે આતંકવાદીઓ વિરુદ્ધ ૭૫ કાર્યવાહીમાં ૧૮૦ આતંકવાદીઓ માર્યા ગયા છે. શ્રીનગર જિલ્લામાં હવે માત્ર એક સક્રિય આતંકવાદી બચ્યો છે. હકીકતમાં, સુરક્ષા દળોને આ વિસ્તારમાં બે આતંકવાદીઓને છુપાવ્યા હોવાના અહેવાલ મળ્યા છે. આ પછી ઓપરેશન શરૂ કરાયું હતું. આતંકવાદીઓ વતી ફાયરિંગ શરૂ થયું હતું, જેના પર સુરક્ષા દળોએ પણ વતો ઉત્તર આપ્યો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, *જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ઇનપુટ મળ્યા ત્યારબાદ એક સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. ટીમો આ વિસ્તારમાં પહોંચતાં જ તેઓ પ રગોળીબાર કરવામાં આવ્યો હતો.

શનિવારે, કુલગામ અને પુલવામા જિલ્લામાં સુરક્ષા દળો સાથે એક્નાઉન્ટરની બે અલગ અલગ ઘટનાઓમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિનગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત બાતમી મળી હતી, જેના પગલે શુક્રવારે મોડીરાતે આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને એક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

(9:11 pm IST)