Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

જયપુર પ્રાણીસંગ્રાહલયમાં ત્રિપુર નામના સિંહનો કોરોના પોઝિટિવ : તંત્રમાં દોડધામ

એક સફેદ વાઘ .એક સિંહણ અને ચિંતાનો રિપોર્ટ શંકાસ્પદ: ફરીથી સેમ્પલ લેવાશે

જયપુર:ભારતમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઇ છે.બીજા તબ્બકામાં પ્રાણીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. થોડા દિવસ પહેલા હૈદરાબાદમાં આઠ સિંહો કોરોના પોઝિટિવ મળ્યા હતાં ત્યારબાદ ઇટાવા સફારીમાં પણ સિંહ કોરોના સંક્રમિત જોવા મળ્યો હતો. હવે રાજસ્થાનના પ્રાણીસંગ્રાહલયમાં એક સિંહ કોરોના સંક્રમિત જેવા મળ્યો છે. સિંહના સેમ્પલ ટેસ્ટીંગ માટે મોકલ્યા હતા તેનો રિપોર્ટ પોઢિટિવ આવ્યો હતા.બરેલીમાં આવેલી આઇવીઆરઆઇમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતાં .

સંયુક્ત નિર્દેશક કે.પી.સિંહએ જણાવ્યુ હતું કે જયપુર પ્રાણીસંગ્રાહલયમાં ત્રણ સિંહ,ત્રણ વાઘ અને એક ચિત્તાના સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ સેમ્પલ બરેલીમાં આવેલી આઇવીઆરઆઇમાં . મોકલવામાં આવ્યા હતાં .તેમાં ત્રિપુર નામના સિંહનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

જયારે એક સફેદ વાઘ .એક સિંહણ અને ચિંતાનો રિપોર્ટ શંકાસ્પદ છે .તેથી તેમના સેમ્પલ ફરી લેવામાં આવશે.

(12:23 am IST)