Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સીડબલ્યુએસ પણ આ બેઠકમાં સામેલ થશે

કાલે કોંગ્રેસના સીઇએ પેનલની બેઠક : પક્ષ અધ્યક્ષની ચૂંટણી પર થશે ચર્ચા

નવી દિલ્હી તા. ૧૩ : કોંગ્રેસના નવગઠિત કેન્દ્રીય ચૂંટણી પ્રાધિકરણની કોરોના મહામારી વચ્ચે આવતા કેટલાક મહિનામાં સંગઠનાત્મક ચૂંટણી કરવા માટે અપનાવાતી પ્રક્રિયા પાર ચર્ચા કરવા માટે આવતીકાલે બેઠક થશે. આ મામલા સાથે જોડાયેલા લોકોએ તેની જાણકારી આપી છે. ઉલ્લખેનીય છે કે કોંગ્રેસે હાલમાં જ દરેક રાજયો એકમોને પ્રતિનિધિઓની અપડેટેડ લિસ્ટ મોકલવા માટે કહ્યું હતું.

કોંગ્રેસના એક અધિકારીએ કહ્યું કે સીઈએના પક્ષના ડેટા અને પ્રોદ્યોગિકી વિભાગથી એઆઈસીસી સભ્યોના વિવરણની ચકાસણી કરવામાં પણ કહ્યું છે. તેઓએ કહ્યું કે દિલ્હીમાં પક્ષના મુખ્યાલયમાં થનારી બેઠકમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણીની આધારશિલા રાખવામાં આવશે. અને કોંગ્રેસ કાર્ય સમિતિ પણ સામેલ થશે.

 ૧૧ સપ્ટેમ્બરે એક મોટા સંગઠનાત્મક ફેરબદલને અંજામ આપીને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આંતરિક ચૂંટણી કરવા માટે સીઈએનું ગઠન કરવામાં આવ્યું હતું. પાંચ સભ્યોની સીઈએનું નેતૃત્વ મધુસુદન મિસ્ત્રી કરી રહ્યા છે. ૨૪ ઓગસ્ટે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી બન્નેને એક મહિનાની અંદર સંગઠનાત્મક ચૂંટણી કરવા માટે પક્ષના સર્વોચ્ચ નિર્ણય લેતા નિગમોને કહ્યું હતું પરંતુ ગુલામ નબી આઝાદ સહિત કેટલાક સભ્યોએ કહ્યું કે મહામારીના કારણે સંભવ નથી.

(11:21 am IST)