Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણ લગાવવા રાજદ્રોહના કાયદાનો હથિયાર તરીકે દુરઉપયોગ

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ મદન બી લોકુરે કહ્યું કાયદાનો ઉપયોગ અને દુર ઉપયોગનો કોક્ટેલ ખતરનાક

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ મદન બી લોકુરે કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવવા માટે રાજદ્રોહના કાયદાનો હથિયાર તરીકે દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જે વ્યક્તિ બોલવાની હિંમ્મત બતાવે છે. તેમા પર રાજદ્રોહનો આરોપ લગાવી તેની સ્વતંત્રતાને અસર પહોંચાડવામાં આવે છે.

  જસ્ટિસ લોકુરે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણ મુકવા માટે આ કાયદાનો ઉપયોગ અને દુર ઉપયોગનો ખતરનાક કોક્ટેલ બનાવવામાં આવી રહ્યું છે. કાયદાની વ્યાખ્યા હંમેશા વસ્તુનિષ્ઠ રીતે કરવામાં આવે છે. પરંતુ લાંબા સમયથી વ્યક્તિપરક સંતુષ્ટિ ખતમ થઈ ગઈ છે અને તેનું પરિણામ અપ્રભાવિત થઈ ગઈ છે

  તેઓ બીજી વર્ગીજ સ્મૃતિ વ્યાખ્યાનમાં આપણા મૌલિક અધિકારોનું રક્ષણ તથા સંરક્ષણ: અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રદર્શનનો અધિકાર' વિષય પર બોલી રહ્યા હતા.

 તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે 1962માં સ્પષ્ટ રુપે દેશદ્રોહ કાયદાને હટાવી દીધો હતો. તો પણ અધિકારીઓએ તેને હથિયાર બનાવવાની વિકલ્પો શોધી કાઢ્યા છે. જસ્ટિસ લોકુર રાજદ્રોહ કાયદા, નિષઘાજ્ઞાના કથિત દુરુપયોગ અને ઈન્ટરેન્ટ પર સંપૂર્ણ પ્રતિબંધની ટીકા કરી હતી.

તે સુપ્રીમ કોર્ટના તે ચાર વરિષ્ટ જજોમાં શામિલ હતા જેમણે 12 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન સીજેઆઈ દિપક મિશ્રાની વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

(11:55 am IST)