Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વધુ ગરમી હોય ત્યાં કોરોનાથી ઓછા મોત થાય છે : સંશોધન

કોરોનાના હાહાકાર વચ્ચે રાહતના સમાચાર : સૂર્યનો તાપમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણ કોરોનાથી થતા મોતને ખતરો ઘટાડે છે : એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકો

નવી દિલ્હી, તા. ૧૩ : કોરોનાની બીજી લહેર વધારે ઘાતક બનીને હાહાકાર મચાવી રહી છે. કોરોનાને રોકવામાટે રસીકરણ પર કરાઈ રહ્યુ છે.

આ પરિસ્થિતિ વચ્ચે સ્કોટલેન્ડમાં હાથ ધરવામાં આવેલા સંશોધનમાં દાવો કરાયો છે કે, જ્યાં વધારે તાપ હોય છે ત્યાં કોરોનાથી થતા મોતની સખ્યા ઓછી હોય છે. એડિન બર્ગ યુનિવર્સિટીના સંશોધકોનુ કહેવુ છે કે, સૂર્યનો તાપ ખાસ કરીને તેમાં રહેલા અલ્ટ્રાવાયોલેટ કિરણ કોરોનાથી થતા મોતને ખતરો ઓછો કરે છે.

આ સંશોધન માટે અમેરિકાના અઢી હજાર જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા મોતની સરખામણી કરાઈ હતી. જેમાં સંશોધકોએ જોયુ હતુ કે, જ્યાં અલ્ટ્રા વાયોલેટ કિરણોનુ પ્રમાણ વધારે હતુ ત્યાં કોવિડથી મોતનો ખતરો ઓછો હતો. આ જ પ્રકારનુ સર્વેક્ષણ બ્રિટન અને ઈટાલીમાં પણ હાથ ધરાયુ હતુ અને તેના તારણો પણ લગભગ સરખા જ રહ્યા હતા.

સંશોધકોએ કોરોના વાયરસથી મોતનો ખતરો વધારતા પરિબળો જેવા કે, વય, જાતિ, આર્થિક અને સામાજિક સ્થિતિ, વસ્તીની ગીચતા, પ્રદુષણ, તાપમાન અને સ્થાનિક વિસ્તારમાં સંક્રમણનુ પ્રમાણને ધ્યાનમાં લીધુ હતુ. સંશોધકોનુ કહેવુ છે કે, સૂર્યના તાપ સાથે સંપર્કમાં આવવાથી ચામડી પર નાઈટ્રસ ઓક્સાઈડ ઉત્પન્ન થાય છે. નાઈટ્રસ ઓક્સાઈડ કોરોના વાયરસની ક્ષમતાને નબળી પાડી દે છે તેવુ કેટલાક લેબ રિસર્ચમાં જોવા મળ્યુ છે.

આકરા તાપથી બ્લડ પ્રેશર લેવલ ઓછુ થાય છે અને હાર્ટ એટેકનો ખતરો પણ ઘટે છે.હાર્ટ એટેક પણ કોરોનાથી થતા મોતનો આંકડો વધારનારા ફેકટરમાં સામેલ છે.

(12:00 am IST)