Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

વંદાને જોઇ પત્ની ડરે છે : ઇલાજ માટે પણ તૈયાર નથી

વંદાને કારણે છુટાછેડા : લગ્નના ૩ વર્ષ બાદ બદલ્યા ૧૮ મકાન : પત્નીનો ડર ન ઘટતા પતિએ માંગ્યા ડિવોર્સ

નવી દિલ્હી,તા. ૧૪: વંદા જોતા જ પત્ની ચીસ પાડે અને ઘરનો સામાન રોડ પર ફેંકી દેવાની તેની આદતથી પરેશાન ભોપાલના એક વ્યકિતએ હવે તલાક લેવા માટે કાયદાનો સહારો લીધો છે. લગ્ન પછી હમણાં સુધી વંદાની સમસ્યાને કારણે આ દંપતિએ ૧૮ વખત ઘર બદલ્યા છે. આ પહેલા પતિનએ પોતાની પત્નીને એઇમ્સ, હમીદિયા હોસ્પિટલ સહિત અનેક મનોચિકિત્સકોને પણ દેખાડી પરંતુ પત્ની સારવાર માટે તૈયર નથી. જ્યારે પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેની પરેશાનીને સમજવામાં આવતી નથી અને પતિ તેને પાગલ જાહેર કરવા ડોકટરને દેખાડી રહયો છે. આ મામલો પુરૂષોના હિતમાં કામ કરનારી સંસ્થા ભાઇ વેલ્ફેર સોસાયટી ભોપાલ પહોંચ્યો છે. હાલ ત્યાં પત્ની-પતિ બંનેનું કાઉન્સેલિંગ કરાઇ રહ્યુ છે જેથી પરિવારે તૂટે નહીં.

ભાઇ સંસ્થાના ફાઉન્ડર મેમ્બર ઝકી અહેમદે જણાવ્યું કે સંસ્થાની હેલ્પલાઇન પર કોલ કરનાર વ્યકિતને પત્નીથી તલાક લેવાના કારણ અંગે પુછ્યુ તો તેમણે કહ્યું કે પત્ની વંદો દેખાય એ સાથે ઘર છોડી દે છે.

પત્નીની આ પ્રકારની વર્તણુકથી તેને અને તેના પરિવારજનોને શરમજનક સ્થિતીમાં મુકાવુ પડે છે. એ પત્ની કેટલાય મનોચિકિત્સકોને દેખાડી ચૂકયો છે. પરંતુ પત્ની દવા ખાવા તૈયાર નથી. પત્ની આરોપ લગાવે છે તેની પરેશાનીને કોઇ સમજી શકતુ નથી.

વ્યવસાયે સોફટવેર એન્જિનિયર પતિએ જણાવ્યું કે અમારા લગ્ન નવેમ્બર ૨૦૧૭માં થયા હતા. પ્રથમ છ મહિના સારી રીતે પસાર થયા. એક દિવસ રસોડામાં પત્નીને વંદો દેખાયો તો એટલે જોરથી ચીસ પાડવા માંડી એટલે અમારો આખો પરિવાર ડરવા માંડ્યો. ત્યારબાદ પત્નીએ રસોડામાં જવાનું બંધ કરી દીધું. પત્નીએ ઘરમાં ન રહેવાની જીદ પકડ લીધી. પહેલીવાર આ કારણે તેમણે જૂન ૨૦૧૮ માં ઘર બદલી દીધું. ત્યારબાદ લાગ્યુ કે બધુ બરાબર થઇ જશે.

કેટલાક દિવસો પછી પત્નીને ફરી એ જ વંદા જોતા જ ડરની સમસ્યા પેદા થઇ. પતિ તરીકે વંદાની સમસ્યા નિવારવા ઘરમાં પેસ્ટ  કંટ્રોલ કરાવ્યું પરંતુ કયારેક તો વંદા આવી જતા હતા.

અનેક હોસ્પિટલના મનોચિકિત્સકોને સારવાર માટે પત્નીને દેખાડી પરંતુ પત્નીનું કહેવુ છે કે એ પોતાના ડરને કાબુમાં લઇ શકતી નથી અને વંદા દેખાતા જ ડર આવી જાય છે.

(10:11 am IST)