Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

૩૦ થી ૪૦ ટકા વેપારીઓ હજુ GSTR-1 રિટર્ન ભરી શકયા નથી

વેપારી,સીએ, એકાઉન્ટન્ટ, વકીલને કોરોના થતાં અડચણ ઊભી થઇ : માસિક અને ત્રિમાસીક રિર્ટન ભરનારાઓની પરેશાનીમાં સૌથી વધુ વધારો

નવી દિલ્હી,તા.૧૪ : સમગ્ર રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને શહેરોમાં કોરોનાના કેસમાં વધારો થયો હોવાના લીધે અનેક લોકોને તેનો ચેપ લાગ્યો છે. આ કારણોસર ૩૦થી ૪૦ ટકા વેપારીઓ જીએસટીઆર-૧ હજુ સુધી ભરપાઈ કરી શક્યા નથી. તેના લીધે વેપારીઓની પરેશાનીમાં વધારો થયો છે. કારણ કે એક દિવસ પણ મોડું રિટર્ન ભરવાના કારણે તેઓએ રોજના ૫૦ રૂપિયા લેખે દંડ વસૂલ કરવામાં આવ્યા બાદ જ રિટર્ન ભરવા દેવામાં આવે છે.

 દર મહિને જીએસટીઆર-૧ ભરવાની છેલ્લી તા.૧૧ જ્યારે દર ત્રણ મહિને રિટર્ન ભરતા નાના વેપારીઓએ જીએસટીઆર -૧ ભરવાની છેલ્લી તા. ૧૩ જાહેર કરવામાં આવી છે. જ્યારે હાલની સ્થિતિમાં કેટલાય વેપારીઓને અથવા તો તેના પરિવારના સભ્યોને કોરોના થયો છે. કેટલાક એકાઉટન્ટ, સીએ, વકીલને પણ કોરોના થયો હોવાના કારણે રિટર્ન ભરવાની કામગીરી થઇ શકી નથી. કારણ કે પરિવારના કોઇ પણ સભ્યને કોરોના થયો હોય ત્યારે વેપારી રિટર્ન ભરવાના બદલે

સામેવાળા વેપારીને ક્રેડિટ જ નહીં મળે

જીએસટીઆર-૧ નહીં ભરવાના લીધે જે પણ વેપારી પાસેથી માલની ખરીદી કરીને તેને જીએસટીની સ્કમ ચૂકવી દીધી હોવા છતાં જીએસઆરટીસીનું ૩બી રિટર્ન સામેવાળો વેપારી ભરે તો તેને ક્રેડિટ જ દેખાશે નહીં ક્રેડિટ નહીં દેખાવાના લીધે સામેવાળા વેપારીએ નાછૂટકે જીએસટી ભરપાઇ કરવો પડશે. તેના લીધે વેપારીઓ વસ્ચો નાણાકીય બાબતોને લીધે સંબંધ બગડવાની પણ શકયતા રહેલી છે. તેમજ ભવિષ્યમાં બનેના વેપાર પર મણ અસર થઇ શકે તેમ છે. આવા સંજોગોમાં સરકાર દ્વારા પણ રાહત આપવા અગે વિચારણા કરવી જોઇએ. પરિવારના સભ્યનો જીવ બચાવવાની ચિંતા વધુ હોય છે. જયારે રિટર્ન ભરી નહીં શકવાના કારણે વેપારીઓની પરેશાની વધવાની છે. કારણ કે તેઓએ એક દિવસના ૫૦ રૂપિયા લેખે દંડ ભરવાનો રહેશે.

(11:36 am IST)