Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

મધ્યપ્રદેશમાં કોરોનાનો કહેર વધતા ધોરણ-10 અને 12ની પરીક્ષા એક મહિનો સ્થગિત કરાઈ

એમપી સ્કુલ એજ્યુકેશન વિભાગે આદેશ જાહેર કર્યો

ભોપાલ : મધ્ય પ્રદેશમાં સતત કેસ વધી રહ્યા છે. ત્યારે બોર્ડની પરિક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સતત વધતા સંક્રમણને જોતા ધો 10 અને 12માં બોર્ડની પરિક્ષાઓ એક મહિના માટે સ્થગિત કરી દેવામાં આવી છે. એમપી સ્કુલ એજ્યુકેશન વિભાગે આદેશ જારી કરતા કહ્યુ કે બોર્ડની પરિક્ષાઓને 1 મહિના માટે ટાળી દેવામાં આવી છે.

મધ્ય પ્રદેશમાં મંગળવારે રેકોર્ડ બ્રેક ઉછાળો આવ્યો છે. રાજ્યમાં આજે 8998 મામલા સામે આવ્યા છે. કુલ 40 લોકોના મોતની સાથે કુલ મોતનો આંકડો 4261 થઈ ચૂક્યો છે. આ વખતે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 43539 છે

(12:11 pm IST)