Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

CBSEની પરીક્ષાઓ રદ થશે ? :શિક્ષણ મંત્રી અને ઓફિસરો ઓફિસરોની પીએમ મોદી સાથે બેઠકમાં લેવાશે મોટો નિર્ણય

ચાર મે થી શરૂ થનારી સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓને લઈને ચર્ચા થશે.

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને સ્થગિત કરવાની માંગ ઝડપી બનવા સાથે આજે સીબીએસઈ પરીક્ષાઓને લઈને પીએમ મોદી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરશે. એએનઆઈના મુજબ આજે બપોરે 12 વાગે પીએમ મોદી આ બેઠકમાં ભાગ લેશે. જેમા ચાર મે થી શરૂ થનારી સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓને લઈને ચર્ચા થશે

  અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ દિલ્હીમાં કોવિડ-19ના વધતા મામલાને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરીક્ષાઓ સ્થગિત કરવાની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંતી મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકારને પરીક્ષા રદ્દ કરવાની અપીલ કરતા કહ્યુ કે પરીક્ષા કેન્દ્ર વાયરસના સંક્રમણને ફેલવામાં સહાયક સાબિત થઈ શકે છે.

   સીબીએસઇના અધિકારીઓએ અત્યાર સુધી આ યોજનામાં કોઇ પણ પ્રકારના ફેરફાર થવાની વાત નકારી છેઅને આગ્રહ કર્યો છે કે પરીક્ષા કેન્દ્રોમાં 50 ટકાથી વધુનો વધારો કરીને સામાજિક અંતર સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પરીક્ષાઓ રદ્દ કરી શકાતી નથી. કરી શકાતી નથી કારણ કે તેની પ્રકૃતિ મહત્વપૂર્ણ છે અને તે ઓનલાઇન પણ લઈ શકાતી નથી.

(12:20 pm IST)