Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું

દેશના આશરે 50 લાખ કર્મચારી અને 60 લાખ પેન્શનર્સને મળશે લાભ

કોરોના હાલ લોકોને ડરાવી રહ્યું છે. પરંતુ આવનારા દિવસોમાં સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની  ખુશખબર આવવાની છે. દેશના આશરે 50 લાખ કર્મચારી અને 60 લાખ પેન્શનર્સને જુલાઇ મહિનાથી એક સાથે 11 ટકા વધારા સાથે મોંઘવારી ભથ્થુ મળશે. અત્યાર 17 ટકા મળતુ ડીએ 11 ટકા વધી સીધા 28 ટકા થઇ જશે. કર્મચારીઓ માટે રાહત આપશે. કારણ કે છેલ્લા એક મહિનાથી સરકારે કર્મચારીઓને મળતા ડિયરનેસ એલાઉન્સ (મોંઘવારી ભથ્થા) પર રોક લગાવી હતી.

કોરોનાને કારણે કેન્દ્ર સરકારે કર્મચારીઓને મળતા પેન્શનર્સને મળતા ડીઆર પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. તેને 1 જાન્યુઆરી, 2020, 1 જુલાઇ 2020 અને 1 જાન્યુઆરી 2021થી લાગુ કરવામાં આવશે

મીડિયા રિપોર્ટ મુજબ હવે કેન્દ્ર સરકારે 1 જુલાઇથી પુનઃ શરુ કરવાનો નિર્ણય લીધો છે. મોંઘવારી ભથ્થુ અટકાવી લેતા સરકારી તિજોરીમાં આશરે 37500 કરોડ રુપિયા જમા થઇ ગયા. જેનો ઉપયોગ કોરોના મહામારી પર અંકુશ મેળવવા કરવામાં આવ્યોહતો

નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે સંસદ ગૃહમાં જણાવ્યું હતું કે સરકારે કોરોના સંકટને ધ્યાનમાં લઇ મોંઘવારી ભથ્થુ તાત્કાલિક ધોરણે અટકાવ્યું હતું. જેનો 1 જુલાઇ 2021થી સંપૂર્ણ લાભ મળશે. સરકારના આ નિર્ણયથી 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારી અને 60 લાખથી વધુ પેન્શનર્સને લાભ મળશે. તેમના મોંઘવારી ભથ્થામાં 11 ટકાને એક સામટો લાભ મળશે

ન્યૂઝ એજન્સી મુજબ જાન્યુઆરી 2020થી જૂન 2020 માટે 3 ટકા, જુલાઇ થી ડિસેમ્બર 2020 માટે 4 ટકા અને જાન્યુઆરીથી જૂન 2021 માટે 4 ટકા થઇ કુલ 11 ટકા મોંઘવારી ભથ્થુ ચુકવવાની જાહેરાત થઇ છે. માત્ર મોંઘવારી ભથ્થુ જ નહીં સરકાર જુનુ બાકી એટલે એરિયર્સ સહિત પુરી રકમ સરકારી કર્મચારીઓને પેન્શનર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે.

મોંઘવારી ભથ્થુ વધતા પેન્શનર્સનું પેન્શન પણ વધી જશે. ઉપરાંત કર્મચારીઓના પીએફનો ફાળો પણ વધી જશે. કારણ કે પીએફની ગણતરી બેઝિક સેલેરી અને મોંઘવારી ભથ્થાના આધારે કરવામાં આવે છે. નવા નિયમ મુજબ તે બેઝિક પગાર અને DAના 12 ટકા હશે. 12-12 ટકાનો ફાળો કર્મચારી અને કંપની (નોકરીદાતા) બંને તરફથી જમા થાય છે.

(6:41 pm IST)