Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ખાલીદ સેફીનો સનસનીખેજ ખુલાસો

દિલ્હી હિંસા માટે મેરઠથી મંગાવ્યા હથિયાર પૂર્વ કોંગ્રેસ નેતાએ આપ્યા પૈસા

નવી દિલ્હી,તા.૧૪:ફેબ્રુઆરી મહિનામાં દેશની રાજધાની દિલ્હીમાં થયેલી હિંસા મામલે એક મોટો ખુલાસો થયો છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, રમખાણોમાં ઉપયોગમાં લેવામાં આવેલા હથિયારો ઉત્ત્।ર પ્રદેશના મેરઠ  જિલ્લામાંથી મંગાવવામાં આવ્યા હતા.

દિલ્હી રમખાણોમાં UAPA અંતર્ગત ધરપકડ કરવામાં આવેલા ખાલિદ સેફીએ પૂછપરછ દરમિયાન કબૂલ કર્યું કે દિલ્હીમાં રમખાણો કરાવવા માટે ૫ દેશી કટ્ટા મેરઠથી ખરીદવામાં આવ્યા હતા. જેને ૨૫ હજાર રૂપિયામાં ખરીદ્યા હતા. આરોપીએ જણાવ્યું કે, હથિયાર ખરીદવા માટે આ પૈસા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઈશરત જહાંએ તેને આપ્યા હતા, ત્યારબાદ આ હથિયાર મેરઠથી ખરીદવામાં આવ્યા હતા.

તમને જણાવી દેવામાં આવે કે આરોપી ખાલિદ સેફ યૂનાઈટેડ ઓગસ્ટ હટ (UAH)થી જોડાયેલા છે. જેના સારા રાજકીય સંબંધ સારા છે. ત્યારે દિલ્હી હિંસામાં મેરઠનું નામ પહેલાથી ઉજાગર થયું હતું. દિલ્હી પોલીસે આરોપીઓની પૂછપરછ કર્યા બાદ જણાવ્યું હતું કે, એન્ટી સીએએ-એનઆરસી પ્રદર્શનોમાં મેરઠ દ્યણા રમખાણોમાં સામેલ હતું. રમખાણો કરવા માટે વિશેષ રીતથી થોડા દિવસ પહેલા દિલ્હી બોલાવવામાં આવ્યા હતા.

ત્યારે દિલ્હી પોલીસે દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં ઘણા મોટા નામ સામે આવ્યા છે. આ ચાર્જશીટમાં વિપક્ષી નેતા સીતારામ યેચુરી , સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ , અર્થશાસ્ત્રી જયતી ઘોષ , દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને સામાજિક કાર્યકર અપૂર્વનંદ  અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતા રાહુલ રોયના નામ પણ સહ કાવતરું ઘડનાર તરીકે આવ્યું છે. તેઓ બધા પર આરોપ છે કે તેઓએ સીએએનો વિરોધ કરી રહેલા વિરોધીઓને કોઈપણ હદ સુધી જવા કહ્યું છે. આ બધાએ સીએએ-એનઆરસીને સમુદાય વિરોધી ગણાવીને નારાજગી વ્યકત કરી હતી અને ભારત સરકારની છબીને દૂષિત કરવા માટે દેખાવો યોજયા હતા.આ ચાર્જશીટ પર સત્ત્।ાવાર નિવેદન આપતી વખતે દિલ્હી પોલીસે કહ્યું કે, સીએએ વિરોધી વિરોધ પ્રદર્શનનું આયોજન અને સંબોધન કરવાના આરોપીના નિવેદનના આધારે આ નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાહેરાત નિવેદન સત્ય સાથે રેકોર્ડ થયેલ છે. ફકત જાહેરનામાના આધારે વ્યકિતને દોષી ઠેરવવામાં આવતો નથી.

(11:58 am IST)