Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

મોંઘવારીએ માઝા મૂકી: ઓગસ્ટમાં રિટેલ ફુગાવો 6.69% નોંધાયો

જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા

નવી દિલ્હીઃ કોરોના સંકટમાં એક બાજુ ગરીબ અને મધ્યમવર્ગની કમાણી ઘટી રહી છે તો બીજી બાજુ મોંઘવારીએ માઝા મૂકતા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આજે સરકાર દ્વારા જાહેર કરાયેલા ગ્રાહક ભાવાંકની રીતે રિટેલ મોંઘવારી દર ઓગસ્ટ મહિનામાં વધીને 6.69 ટકાના સ્તરે પહોંચી ગયો છે. આમ સતત પાંચમાં મહિને રિટેલ ફુગાવાનો દર રિઝર્વ બેન્કની એમપીસી દ્વારા નિર્ધારિત 4 ટકાના ટાર્ગેટ કરતા ઉંચો આવ્યો છે. જેનાથી રિઝર્વ બેન્ક અને સરકારની ઉંઘ હરામ થઇ જશે.

(6:52 pm IST)