Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

અભયભાઈની તબિયત સુધારા ઉપર: આંખો ખોલે છે: સામું જુવે છે: રિસ્પોન્સ આપે છે

સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને રાજ્ય સભાના સભ્ય શ્રી અભયભાઈ ભારદ્વાજને ચેન્નાઈ લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેઓની સારવારના પરિણામ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર ભાજપના અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજનો સંપર્ક સાધતા તેમણે જણાવેલ કે ધીમે-ધીમે રિસ્પોન્સ મળતો ધીમે રિસ્પોન્સ મળતો જાય છે. તેઓ હવે આંખો ખોલે છે, સામું જુએ છે, માથું હલાવીને અને હસીને રિસ્પોન્સ આપે છે. છેલ્લા 37 દિવસથી અભયભાઈ વેન્ટિલેટર ઉપર છે. તેમને ચેન્નાઈની એમજેએમ હોસ્પિટલમાં સુપ્રસિદ્ધ ફેફસાના સર્જન બાલાકૃષ્ણન સારવાર આપી રહ્યા છે. હવે તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઇ રહ્યો છે. તેનાથી રાહતની લાગણી પ્રસરી છે.

(9:08 am IST)