Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

યુધ્ધનો ૧૬મો દિવસ

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુધ્ધમાં ૬૦૦૦ના મોત

 લંડન,તા.૧૪: આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારાબાખને લઈને ચાલી રહેલા લડાઈમાં મરનારાઓની સંખ્યા ૬૦૦થી ઉપર પહોંચી ગઈ છે. રશિયાના નેતૃત્વમાં સંઘર્ષવિરામની જાહેરાત છતાં ચાલી રહેલ લડાઈમાં બંને દેશોના સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. નાગોર્નો-કારાબાખના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે મંગળવારે તેમના ૧૬ સૈન્યકર્મીઓ યુદ્ઘમાં માર્યા ગયા છે. તેની સાથે જ ૨૭ સપ્ટેમ્બરના રોજ શરૂ થયેલ લડાઈમાં તેમના ૫૩૨ સૈનિકોના મોત થઇ ચુકયા છે.અજરબૈજાને જોકે પોતાની સેનાને થયેલ નુકશાનની જાણકારી નથી આપી પરંતુ બંને પક્ષે કરવામાં આવેલ દાવાઓને જોઈએ તો કુલ માર્યા ગયેલ લોકોની સંખ્યા દ્યણી વધુ હોવાની આશંકા છે, અજરબૈજાને જણાવ્યું છે કે છેલ્લા ૨ સપ્તાહની લડાઈમાં તેના ૪૨ જેટલા સામાન્ય નાગરિકોના મોત થયા છે. નાગોર્નો-કારાબાખના માનવાધિકાર લોકપાલ અર્તક બેલારયાને સોમવારે જણાવ્યું છે કે અઝરબૈજાનથી અલગ થયેલ વિસ્તારમાં ઓછામાં ઓછા ૩૧ સામાન્ય નાગરિકોના મોત થયા છે અને અનેક સૈનિકો ઘાયલ થયા છે.

(2:54 pm IST)