Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

નરેન્દ્રભાઈ શનિવારે 10.30 કલાકે કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવશે

પહેલા દિવસે અંદાજે 3 લાખ સ્વાસ્થ્યકર્મીઓને રસી અપાશે

નવી દિલ્હી :: ભારતમાં કોરોના વાઇરસની ગતિ હવે ધીમે-ધીમે ઓછી થઇ રહી છે. સંક્રમણને હરાવવા માટે અંતિમ લડાઈ તરીકે રસીકરણ પ્રક્રિયા 16 જાન્યુઆરી એટલે શનિવારથી શરૂ થવા જઇ રહી છે. શનિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી સવારે 10.30 કલાકે રસીકરણના મહાઅભિયાનની શરૂઆત કરશે. નીતિ આયોગના સભ્ય વીકે પોલે તેની જાણકારી આપી છે

વડાપ્રધાન કાર્યલયે જણાવ્યું કે વડાપ્રધાન દ્વારા 16 જાન્યુઆરીએ કોવિડ-19 રસીકરણ અભિયાન દરમિયાન તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 3000થી વધુ સ્થળોને ડિજીટલ માધ્યમથી કનેક્ટ કરવામાં આવશે. રાજ્યો તથા કેન્દ્ર શાસિત રાજ્યોમાં કોવિડ-19ની રસી મોકલવામાં આવી છે. અને રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોએ જીલ્લાઓમાં રસી મોકલી દીધી છે. કોવિડ-19 મહામારી, રસીકરણ અને તેના ડિજીટલ પ્લેટફોર્મ સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે 24 કલાક અને સાત દિવસ સંચાલિત 1075 કોલ સેન્ટર અને હેલ્પલાઇનની સ્થાપના કરવામાં આવી છે. લોક ભાગેદારીના સિદ્ધાંત પર કોવિડ-19 રસીકરણના અભિયાનને શરૂ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. Covid 19 Vaccination Program

કોરોના સામે રક્ષણ માટે રસીકરણ પ્રક્રિયા શનિવારે 3000 કેન્દ્રો પર શરૂ કરવામાં આવશે. દરેક કેન્દ્ર પર દૈનિક એક સત્રમાં લોકોને રસી આપવામાં આવશે. વીકે પોલે જણાવ્યું કે, જેવી રીતે આ કાર્યક્રમ આગળ વધશે, 5000 થી વધુ કેન્દ્રો પર રસીકરણ કરવામાં આવશે

(12:24 am IST)