Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કોવિશીલ્ડ કે કોવેકસીનથી કોઈને નુકસાન થશે તો કંપનીઓ કરશે ભરપાઇ

જો આ વેકસીન દ્વારા કોઈને કોઈ પ્રકારનું નુકસાન થાય તો સરકાર તેની ક્ષતિપૂર્તિ કરશે નહીં

નવી દિલ્હી,તા. ૧૫: દેશભરમાં કોરોના વેકસીનેશન પ્રોગ્રામ ૧૬ જાન્યુઆરીથી શરુ થવાનો છે. વેકસીનેશન શરૂ થતા પહેલા કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. ગઇ કાલે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે કોરોના વાયરસની વેકસીન કોવિશીલ્ડ અને કોવેકસીને ઇમરજન્સી યૂઝની મંજૂરી આપી દીધી છે. જો આ વેકસીન દ્વારા કોઈને કોઈ પ્રકારનું નુકસાન થાય તો સરકાર તેની ક્ષતિપૂર્તિ કરશે નહીં. સરકાર તરફથી જાહેર કરેલા આદેશમાં કહ્યું છે કે વેકસીનને વિકસિત કરનાર કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડે નુકસાનની ભરપાઇ કરવી પડશે.

સૂત્રોનું કહેવું છે કે ખરીદી માટે થયેલા કરારમાં કહેવામાં આવ્યું છે કે સરકારે જે વેકસીનનો કરાર કર્યો છે તેના મતે સીડીએસસીઓ/ડ્રગ્સ એન્ડ કોસ્મેટિકસ એકટ/ડીસીજીઆઈ પોલિસી/એપ્રુવલ અંતર્ગત બધા વિપરિત પ્રભાવો માટે આ બંને કંપનીઓ જવાબદાર રહેશે. ભારત બાયોટેક સાથે થયેલા કરારમાં કહેવામાં આવ્યું છે કે કંપનીઓને ગંભીર પ્રતિકુળ દ્યટનાઓના મામલામાં સરકારને પણ સૂચિત કરવું પડશે.

૧૬ જાન્યુઆરીથી કોવિડ-૧૯ વેકસીનેશન અભિયાન  શરુ થશે. લગભગ ૩ કરોડ સ્વાસ્થ્ય કર્મીઓ અને અગ્રીમ મોર્ચે રહેલા કોરોના વોરિયર્સને સૌ પહેલા વેકસીન આપવામાં આવશે.

(9:49 am IST)