Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

Jioએ બંધ કર્યા આ ૪ સસ્તા પ્લાનઃ ગ્રાહકોના ખિસ્સા થશે વધારે ખાલી

જિઓફોન માટે ચાર પ્લાન છે, જેની કિંમત ૭૫, ૧૨૫ રૂપિયા, ૧૫૫ અને ૧૮૫ રૂપિયા છે

નવી દિલ્હીઃ Reliance Jio એ જિયોફોનના ચાર પ્લાન્સને રિમૂવ કરી દીધા છે. આ પ્લાન્સ નોન-જીયો વોયસ કોલિંગ પ્લાન્સ હતા. આ ચાર પ્લાન્સ છે ૯૯ રૂપિયા, ૧૫૩ રૂપિયા, ૨૯૭ રૂપિયા અને ૫૯૪ રૂપિયાનો. કંપનીના ૯૯ રૂપિયા, ૨૯૭ રૂપિયા અને ૫૯૪ રૂપિયાના પ્લાન્સમાં JioPhone ઓલ-ઇન-વન પ્લાન્સનીજેમ નોન-જીયો મિનિટ્સ આપવામાં આવતી નથી.

તેવામાં કંપનીએ આ પ્લાન્સને રિમૂવ કરવા પડ્યા છે. તો ૧૫૩ રૂપિયાનો પ્લાન પણ કંપની દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ કંપનીના પોર્ટફોલિયોમાં JioPhoneના ચાર પ્લાન ૭૫ રૂપિયા, ૧૨૫ રૂપિયા, ૧૫૫ રૂપિયા અને ૧૮૫ રૂપિયાના ઉપલબ્ધ છે. તો આવો જાણીએ અને શું ફેરફાર થયો છે. યૂઝર્સ માટે જે પ્લાન્સ ઉપલબ્ધ છે તેમાં શું બેનિફિટ આપવામાં આવી રહ્યો છે.

હાલમાં કંપનીની વેબસાઇટ અને એપ્લિકેશન પર જિઓફોન માટે ચાર પ્લાન છે, જેની કિંમત ૭૫, ૧૨૫ રૂપિયા, ૧૫૫ અને ૧૮૫ રૂપિયા છે. ૭૫ રૂપિયાના પ્લાનની વાત કરીએ તો તેમાં દરરોજ ૦.૧ જીબી ડેટા આપવામાં આવે છે. તે જ સમયે ૧૨૫ રૂપિયાના પ્લાનમાં દરરોજ ૦.૫ જીબી ડેટા આપવામાં આવે છે. ૧૫૫ રૂપિયાના પ્લાનમાં દરરોજ ૧ જીબી ડેટા આપવામાં આવે છે. ૧૮૫ રૂપિયાના પ્લાનમાં દરરોજ ૨ જીબી ડેટા આપવામાં આવે છે. આ ચાર પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત વોઇસ કોલિંગ સુવિધા સાથે આવે છે. તેમની માન્યતા ૨૮ દિવસની છે.

(9:52 am IST)