Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

બાળકો - ગર્ભવતી મહિલાને નહિ લગાવાય રસી

કોને અપાશે કોને નહિ? સરકારે બહાર પાડી ગાઇડલાઇન્‍સ

નવી દિલ્‍હી, તા.૧૫: કોરોના વાયરસ સામેની લડતમાં રસીનો ઉપયોગ શરૂ થવા જઈ રહ્યો છે. તેના માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. કોરોના રસીકરણ ડ્રાઇવ ૧૬ જાન્‍યુઆરીથી સમગ્ર દેશમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ રસીકરણ અભિયાન પહેલાં આરોગ્‍ય અને કુટુંબ કલ્‍યાણ મંત્રાલયે બંને રસી (કોવિશિલ્‍ડ અને કોવેક્‍સિન) માટે રાજયોને એક વ્‍યાપક ફેક્‍ટ શીટ મોકલી છે- જેમાં રસી રોલઆઉટ, ફીઝિકલ સ્‍પેસિફિકેશન, ડોઝ, કોલ્‍ડ ચેઇન સ્‍ટોરેજ આવશ્‍યકતાઓ, મતભેદ અને હળવા AEFIs (રસીકરણ પછી પ્રતિકૂળ દ્યટના) અંગેની માહિતી સામેલ છે.

DOs અને Don’ts વાળા દસ્‍તાવેજના તમામ પ્રોગ્રામ મેનેજર, કોલ્‍ડ ચેન હેન્‍ડલર અને વેક્‍સીનેટરની વચ્‍ચે પણ પ્રસારિત કરાયા છે. કેન્‍દ્ર સરકારે કહ્યું કે ડૂઝ અને ડોન્‍ટના દસ્‍તાવેજના મતે રસીકરણની મંજૂરી માત્ર ૧૮ વર્ષથી વધુ ઉંમરથી લોકોને અપાય છે. જે મહિલાઓ ગર્ભવતી છે અને જે પોતાના ગર્ભાવસ્‍થાને લઇ સુનિશ્ચિત નથી અને સ્‍તનપાન કરાવનાર માતાઓને આ રસી લગાવવી જોઇએ નહીં.

આ છે કેન્‍દ્ર દ્વારા મોકલેલા નિર્દેશ

૧. કોવિડ-૧૯ રસી માત્ર ૧૮ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકો માટે છે.

૨. રસીની જવાબદારી સંભાળી રહેલા લોકોને ૧૪ દિવસના અંતરાલથી અલગ કરવા જોઇએ.

૩. બીજો ડોઝ એ જ રસીનો હોવો જોઇએ જેમાં પહેલો ડોઝ લેવામાં આવ્‍યો હોય. વેક્‍સીનના ઇંટરચેંજિંગની મંજૂરી મળશે નહીં.

પ્રતિબંધ

૧. આવી હિસ્‍ટ્રીવાળા વ્‍યક્‍તિઃ

* કોવિડ-૧૯ રસીના પાછલા ડોઝના લીધે ઓનફ્‌લેક્‍ટિક કે એલર્જી રિએકશન

* વેક્‍સીન કે ઇંજેક્‍ટેબલ થેરેપી, ફાર્માસ્‍યુટિકલ પ્રોડક્‍ટ, ખાદ્ય-પદાર્થ વગેરેથી તરત કે મોડું થવાથી શરૂ થનાર એનાફિલેક્‍સિસ કે એલર્જી રિએકશન ૨. ગર્ભાવસ્‍થા અને સ્‍તનપાન

* પ્રેગનેન્‍ટ અને સ્‍તનપાન કરાવનાર મહિલાઓ અત્‍યાર સુધી કોઇપણ કોવિડ-૧૯ વેક્‍સીનના ક્‍લિનિકલ ટ્રાયલનો હિસ્‍સો રહી નથી. આથી જે મહિલાઓ ગર્ભવતી કે પોતાની ગર્ભાવસ્‍થા અંગે સુનિશ્ચિત નથી. તેમજ સ્‍તનપાન કરાવનાર મહિલાઓને અત્‍યારે કોવિડ-૧૯ રસી આપવી જોઇએ નહીં.

અસ્‍થાયી પ્રતિબંધઃ આ સ્‍થિતિઓમાં રિકવરી બાદ ૪-૮ સપ્તાહ માટે કોવિડ વેક્‍સીનેશન સ્‍થગિત કરવું જોઇએ

૧. SARS-COV-2 સંક્રમણના એક્‍ટિવ લક્ષણવાળા વ્‍યક્‍તિ

૨. SARS-CoV-2ના દર્દી જેમને SARS-CoV-2 મોનોક્‍લોનલ એન્‍ટીબોડી કે પ્‍લાઝમા આપ્‍યા છે

૩. કોઇપણ બીમારીના લીધે અસ્‍વસ્‍થ અને હોસ્‍પિટલમાં દાખલ દર્દી

ખાસ સાવધાનીઓ

વેક્‍સીનને બ્‍લીડિંગ કે કોલુગેશન ડિસઓર્ડર (જેમકે ક્‍લોટિંગ ફેકટર ડિફિસિઅન્‍સી, કોગુલોપેથી કે પ્‍લેટલેટ ડિસોર્ડર)ના ઇતિહાસવાળા વ્‍યક્‍તિમાં સાવધાનીની સાથે લગાવવી જોઇએ.

આ સ્‍થિતિઓમાં કોરોના વેક્‍સીન માટે પ્રતિબંધ નહીં

* SARS-CoV-2 સંક્રમણ (સીરો-પોઝિટિવટી) કે આરટી-પીસીઆર પોઝિટિવ બીમારીની પાછળ હિસ્‍ટ્રીના લોકો

* જૂની બીમારીઓ અને મોર્બિડિટીઝ (કાર્ડિઆક, ન્‍યૂરોલોજિકલ, પ્‍લમોનરી, મેટાબોલિક, માલિગનેંસીજ)

   *  ઇમ્‍યૂનો-ડિફિસિઅંસી, એચઆઇવી, કોઇપણ સ્‍થિતિના લીધે ઇમ્‍યુન-સપ્રેશનના દર્દી.

(11:26 am IST)