Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રામ મંદિર નિર્માણ માટે રાષ્ટ્રપતિએ આપ્યા ૫,૦૦,૧૦૦ : હીરાના વેપારીએ દાન કર્યા ૧૧ કરોડ

રામ મંદિર માટે 'નિધિ સમર્પણ અભિયાન'નો પ્રારંભ

નવી દિલ્હી તા. ૧૫ : રામ મંદિર નિર્માણ માટે ચંદા અભિયાન શરૂ થઈ ગયું છે. દેશમાં રામ મંદિર નિર્માણ માટે નાણાં એકઠા કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિરને પ્રથમ દાન આપીને આ અભિયાનની શરૂઆત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર માટે પાંચ લાખ રૂપિયાનું દાન આપ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રામ મંદિર નિર્માણ માટે મંદિર ટ્રસ્ટને રૂ .૫,૦૦,૧૦૦નું ભંડોળ આપ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ દાન ટ્રસ્ટને ચેક દ્વારા સોંપ્યું છે.રામ નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે આજથી ધન સંચય સંગ્રહ શરૂ થયો છે. રાષ્ટ્રપતિએ ૫,૦૦,૧૦૦ રૂપિયા આપીને આ અભિયાન શરૂ કર્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને વીએચપી મળીને દેશભરમાં રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે એક અભિયાન ચલાવી રહ્યા છે. આ અભિયાન લગભગ દોઢ મહિના ચાલશે.આ અંતર્ગત દેશભરમાં આશરે ૧૩ કરોડ પરિવારો સુધી પહોંચવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ૨૭ ફેબ્રુઆરી સુધીમાં, દેશના કરોડો લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવશે અને દાન એકત્રિત કરવામાં આવશે. લોકો પાસેથી જે પૈસા મળશે તેનો ઉપયોગ રામ મંદિરના નિર્માણમાં કરવામાં આવશે.

રામ મંદિર માટે ફાળો એકત્રિત કરવાનું અભિયાન આજથી શરૂ થયું છે. આ અભિયાન હેઠળ પાંચ લાખથી વધુ ગામડાઓમાં ૧૨ કરોડથી વધુ પરિવારો સાથે સંપર્ક કરવામાં આવ્યો. મંદિર બનાવવા માટે ફાળો એકત્રિત કરવાનું કામ ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલશે. અભિયાન હેઠળ રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિન્દુ પરિષદ લોકોના સમર્પણ અને સહયોગની રકમ મળશે.

(3:32 pm IST)