Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

વિદેશી હૂંડિયામણ વધીને 586 અરબ ડૉલર પર પહોંચ્યું FCA 15 કરોડ ડૉલર વધીને 541.791 અરબ ડૉલર થયું

સ્વર્ણ ભંડાર મૂલ્ય 56.8 કરોડ ડૉલર વધીને 37.594 અરબ ડૉલર થઇ ગયા

નવી દિલ્હી :દેશમાં વિદેશી મુદ્રા ભંડાર(હૂંડિયામણ) 8 જાન્યુઆરીએ સમાપ્ત સપ્તાહમાં 75.8 કરોડ ડૉલર વધીને 586.082 અરબ ડૉલરની સર્વોચ્ચ ઉંચાઇએ પહોંચી ગયો. રિઝર્વ બેંકે શુક્રવારે જાહેર કરેલા આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી છે. આ પહેલા 1 જાન્યુઆરીએ સમાપ્ત સપ્તાહમાં વિદેશ મુદ્રા ભંડાર 4.483 અરબ ડૉલર વધીને 585.324 અરબ ડૉલરની ઉંચાઇએ પહોંચી ગયો હતો

ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જાહેર કરેલા આંકડાઓ અનુસાર સમીક્ષા અવધિમાં વિદેશી હૂંડિયામણઓના વધવાના કારણે મુદ્રા ભંડારમાં પણ વૃદ્ધિ થઇ. વિદેશી મુદ્રા સંપત્તિઓ, કુલ વિદેશી મુદ્રા ભંડારનો મહત્વનો ભાગ હોય છે. રિઝર્વ બેંકના આપ્તાહિક આંકડાઓ અનુસાર સમીક્ષા અવધિમાં FCA 15 કરોડ ડૉલર વધીને 541.791 અરબ ડૉલર થઇ ગયું. FCAને ડૉલરમાં દર્શાવવામાં આવે છે, પરંતુ તેમાં યૂરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય વિદેશી મુદ્રાઓ પણ શામેલ હોય છે.

આંકડાઓ અનુસાર 25 ડિસેમ્બરે સમાપ્ત સપ્તાહ દરમિયાન દેશના સ્વર્ણ ભંડાર મૂલ્ય 56.8 કરોડ ડૉલર વધીને 37.594 અરબ ડૉલર થઇ ગયા. દેશના આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)માં મળ્યો વિશેષ આહરણ અધિકાર છેલ્લા અઠવાડિયામાં અપરિવર્તિત રહ્યા બાદ 50 લાખ ડૉલર વધીને 1.515 અરબ ડૉલર થઇ ગયા જ્યારે IMFની પાસે આરક્ષિત મુદ્રા ભંડાર 3.5 કરોડ ડૉલર વધીને 5.181 અરબ ડૉલર થઇ ગઇ.

(12:56 am IST)