Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ઓકટોબર-નવેમ્બરમાં વધશે મોતનો આંકડોઃ WHOની ચેતવણી

વેકિસન વિકસિત થયા બાદ દુનિયાને મહામારીને છૂટકારો મળી જશે એવુ નથી

જિનેવા,તા.૧૫: કોવિડ-૧૯ની અસર ઓછી થવાનું તો દૂર તેના કારણે વધુ લોકોના મૃત્યુ થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની નવી ચેતવણીથી દુનિયામાં કોવિડ-૧૯ની અસર ઓછી થવાની સંભાવના પર તો બ્રેક લાગી ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, ઓકટોબર અને નવેમ્બર મહિનામાં આ સંક્રમણને કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં વધારો થશે. સંગઠનના યૂરોપ ડાયરેકટર હંસ કલૂગ  એ આ ચેતવણી આપી છે.  કલૂગે   એક ઈન્ટરવ્યૂમા જણાવ્યુ કે, આ તે સમય છે જયારે વિશ્વમાં લોકો ખરાબ સમાચાર માટે તૈયાર નથી, અને હું તે વાતને સમજું છું. સાથે તેમણે કહ્યું કે, બધા દેશો જલદી મેસેજ આપવા ઈચ્છે છે કે મહામારી ખતમ થઈ રહી છે. સોમવાર અને મંગળવારે  WHO યૂરોપના ૫૫ સભ્ય રાજયો ઓનલાઇન બેઠકનું આયોજન કરી રહ્યાં છે. આ બેઠકમાં નોવેલ કોરોના વાયરસ માટે કરવામાં આવેલા પ્રયાસો પર ચર્ચા થશે.

પરંતુ કોપનહેગનમાં કલૂગ તે દેશોને ચેતવણી આપવા ઈચ્છે છે જેનું માનવુ છે કે વેકિસન વિકસિત થવાથી મહામારીનો અંત થઈ જશે. તેમણે કહ્યું, હું હંમેશા સાંભળુ છું કે વેકિસન વિકસિત થયા બાદ દુનિયાને મહામારીથી છૂટકારો મળી જશે. એવુ નથી. હાલના કેટલાક સપ્તાહમાં યૂરોપમાં કોવિડ-૧૯ના કેસ ઝડપથી વધી રહ્યાં છે વિશેષ કરીને સ્પેન અને ફ્રાન્સમાં. માત્ર શુક્રવારે ૫૫ દેશોમાં ૫૧ હજારથી વધુ કેસ સામે આવ્યા હતા, જે એપ્રિલના ગ્રાફ કરતા પણ વધુ છે.

(11:07 am IST)