Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

કોની પાસે કેટલી સંપત્તિ છે?

મોદી-શાહ-રાજનાથ-નિર્મલા -ગડકરી

અમિત શાહની સંપત્તિ ૨૦૧૯માં ૩૨.૩ કરોડ રૂપિયા હતીઃ જે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં ઘટીને ૨૮.૬ કરોડ થઈ ગઈ

નવી દિલ્હી, તા.૧૫: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સહિત કેન્દ્રિય મંત્રીપરિષદે પોતાની ચલ-અચલ સંપત્તિઓની માહિતી સાર્વજનિક કરી દીધી છે. તમામ મંત્રીઓની ડિટેલ્સ પ્રધાનમંત્રીની ઓફિશિયલ વેબસાઈટ www.pmindia.gov.in પર જોઈ શકાય છે. આ માહિતી ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીની છે. માત્ર PM મોદીએ ૩૦ જૂન સુધીની માહિતી સામે મૂકી છે. હાલની જાણકીરી મુજબ, મોદીની સંપત્ત્િ। થોડી વધી છે પરંતુ શેર વેલ્યૂ ઘટવાથી ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ ઘટી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહની સંપત્તિઓમાં કોઈ ફેરફાર નથી થયો. પ્રધાનમંત્રી મોદી ૩૦ જૂન ૨૦૨૦ સુધીમાં લગભગ ૨.૮૫ કરોડ રૂપિયાની ચલ-અચલ સંપત્તિના માલિક હતા. અમિત શાહની સંપત્તિ ૨૦૧૯માં ૩૨.૩ કરોડ રૂપિયા હતી, જે ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં ઘટીને ૨૮.૬ કરોડ થઈ ગઈ. આવો જાણીએ કેન્દ્ર સરકારના ટોપના મંત્રીઓ પાસે કેટલી પ્રોપર્ટી છે અને તેમણે કયાં-કયાં રોકાણ કર્યુ છે.

સેલેરીમાંથી ખૂબ બચત કરે છે PM મોદી

PM મોદીની સંપત્ત્િ।ની વાત કરીએ તો તેઓ પોતાના સેલેરીમાંથી ઘણી બધી બચત કરે છે. જે કારણે તેમની પાસે ૧.૬૦ કરોડની ફિકસ્ડ ડિપોઝિટ છે. સેલેરીઃ ૨ લાખ રૂપિયા પ્રતિ માસ

કેશ ઓન હેન્ડઃ ૩૧,૪૫૦ રૂપિયા

ચલ સંપત્ત્િ।: સેવિંગ્સ એકાઉન્ટમાં ૩.૩૮ લાખ રૂપિયા જમા, ફિકસ્ડ ડિપોઝિટની કિંમત ૧,૬૦,૨૮,૦૩૯ રૂપિયા અને ચાર સોનાની વીંટી.

અચલ સંપત્ત્િ।: ગાંધીનગરમાં ૧.૧ કરોડના મકામાં ૨૫ ટકા ભાગીદારી.

કયાં કયાં રોકાણ કર્યું: નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ (NSCs), ઈન્ફ્રાસ્ટ્રકચર બોન્ડ્સ, લાઈફ ઈન્શ્યોરન્સ.

 રાજનાથ સિંહની પ્રોપર્ટીમાં ફેરફાર નહીં

રક્ષા મંત્રી રાજનાથ સિંહની સંપત્તિ વિશે વાત કરીએ તો તેમની સંપત્ત્િ।માં પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે કોઈ ખાસ ફેરફાર થયો નથી.

કેશ ઓન હેન્ડઃ ૭૨,૦૦૦ રૂપિયા

ચલ સંપત્ત્િ।: સેવિંગ્સ એકાઉન્ટમાં ૨૫ લાખ રૂપિયા જમા, ફિકસ્ડ ડિપોઝિટની કિંમત ૭૬ લાખથી વધારે, ૬૦ ગ્રામ સોનું, ૩ લાખના દાગીના, એક બંદૂક, ૨ પાઈપ ગન

અચલ સંપત્ત્િ।: ચંદૌલીમાં ૧,૪૭,૩૦,૫૮૦ રૂપિયાની ખેતી લાયક જમીન, લખનઉમાં ૧૫ કરોડનું ઘર.

અમિતભાઇ શાહે શેર માર્કેટમાં રોકાણ કર્યુ

દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહની સંપત્ત્િ।ની વાત કરીએ તો તેઓ શેર માર્કેટમાં ઘણું રોકાણ કરે છે અને પાછલા વર્ષની સરખામણીએ આ વર્ષે તેમની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે.

કેશ ઓન હેન્ડઃ ૧૫,૮૧૪ રૂપિયા

ચલ સંપત્ત્િ।: સેવિંગ્સ એકાઉન્ટમાં ૧,૦૪,૨૯,૭૪૯ રૂપિયા જમા. ફિકસ્ડ ડિપોઝિટની કિંમત ૨.૭૯ લાખ, ૪૪.૪૭ લાખના દાગીના. ૩,૦૮.૧૪૦દ્ગક અનકોટેડ સિકયોરિટી, ૧૩.૫૪ કરોડની કોટેડ સિકયોરિટી, કુલ ૧૫.૨૫ કરોડ રૂપિયાની ચલ સંપત્તિ.

અચલ સંપત્તિઃ કુલ ૧૩.૬૬ કરોડ રૂપિયામાંથી ૭.૮૫ કરોડની પૈતૃક સંપત્ત્િ।.

કયાં કયાં રોકાણ કર્યું સેવિંગ્સ એકાઉન્ટ, ફિકસ્ડ ડિપોઝિટ, શેર માર્કેટ, ઈન્શ્યોરન્સ.

 નીતિન ગડકરી પર દોઢ કરોડનું ઉધાર

કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીની સંપત્ત્િ।ની વાત કરીએ તો તેમની પાસે ચલ-અચલ મળીને કરોડોમાં સંપત્ત્િ। છે, પરંતુ તેમ છતાં તેમના પર રૂપિયા દોઢ કરોડનું દેવું છે.

કેશ ઓન હેન્ડઃ ૫,૩૦૦ રૂપિયા

ચલ સંપત્તિઃ બેંકોમાં ૨૫,૪૮,૨૨૯ રૂપિયા જમા. ૩૫.૫ લાખના શેર. ૧૮.૧ લાખની કાર. ૩૪.૯૨ લાખના દાગીના.

અચલ સંપત્તિઃ કુલ ૪૧ કરોડ રૂપિયા. કયાં કયાં રોકાણ કર્યું: સેવિંગ્સ એકાઉન્ટ, ફિકસ્ડ ડિપોઝિટ, શેર, ઈન્શ્યોરન્સ

નીર્મલા સીતારમણ પાસે ૯.૫ લાખના દાગીના

દેશના નાણામંત્રીએ પણ પોતાની સંપત્ત્િ।નું લિસ્ટ જાહેર કર્યું છે જે મુજબ હાલમાં તેમના પર ૩૧ લાખ રૂપિાયનું દેવું છે.

કેશ ઓન હેન્ડઃ ૨૮,૬૦૦ રૂપિયા

ચલ સંપત્તિઃ બેંકોમાં ૧,૯૯,૪૮૨ રૂપિયા જમા. ૫,૬૦,૦૦૦દ્ગક પર્સનલ લોન આપેલી છે. આ ઉપરાંત ૯.૪૫ લાખના દાગીના, ૨૮ હજારનુ ટુ-વ્હીલર.

અચલ સંપત્તિઃ તેલંગાણામાં ૯.૯ લાખ રૂપિયાનું ઘર (સંયુકત માલિકી), ૧૬.૦૨ લાખની જમીન.

કયાં-કયાં રોકાણ કર્યું: સેવિંગ્સ એકાઉન્ડ, ફિકસ્ડ ડિપોઝિટ. આ ઉપરાંત લગભગ ૩૧ લાખ રૂપિયાનું દેવું.

(3:48 pm IST)