Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને . વડાપ્રધાન મોદી એ દેશવાસીને દિવાળીની શુભેચ્છાઓ આપી

કોરોના સંકટ વચ્ચે દિવાળીનો તહેવાર ઉજવાયો : દિવાળીનો તહેવાર લોકોના જીવનમાં ખુશી ભરી દે તથા લોકો સ્વસ્થ-સમૃદ્ધ બને એવી મોદીએ શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી,તા.૧૪ : દિવાળી એટલે હર્ષોલ્લાસનો તહેવાર. કોરોના સંકટ વચ્ચે આજે દિવાળીનો તહેવાર છે. દેશભરમાં કોરોના સંકટ વચ્ચે પણ સૌથી મોટા તહેવારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દેશભરના બજારોમાં છેલ્લી ઘડીની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. ત્યારે આજે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે દીપાવલીની તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. બધા માટે શુભ દિવાળી! તહેવારને ઝળહળતો અને ખુશીઓથી ભરી દો. તમામ લોકો સમૃદ્ધ અને સ્વસ્થ રહે તેવી દિલથી શુભકામના. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિવાળીનો શુભેચ્છા સંદેશ આપતા દેશના નાગરિકોને ઉત્સવની ઉજવણીની સાથે સાથે સમાજના ગરીબ, નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોની પણ દિપાવલી સારી જાય તેવો સંકલ્પ કરવા જણાવ્યું. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં કહ્યું કે વિવિધ ધર્મ અને સમુદાયના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવતા પર્વ દેશમાં એકતા અને ભાઈચારાની લાગણીને મજબૂત બનાવે છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે તે આપણને માનવતાની સેવા કરવાની પ્રેરણા આપે છે. પ્રસંગે ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ લોકોની સમૃદ્ધિ માટે અપેક્ષાઓનો દીવો બનીએ તેવો સંકલ્પ લેવો જોઇએ. રાષ્ટ્રપતિએ રામનાથ કોવિંદ એમ પણ કહ્યું કે દિવાળી સ્વચ્છતાનો તહેવાર છે, તેથી આપણે પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં સ્વચ્છ દિવાળી ઉજવીને પ્રકૃતિ પ્રત્યે આદર આપવો જોઈએ. તેમણે શુભેચ્છા પાઠવી કે દિવાળીનો તહેવાર દેશના દરેક ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે.

(12:00 am IST)