Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

કિમ જોંગે સબમરીનથી ચાલતી કિલર મિસાઈલ લોન્ચ કરી

ઉત્તર કોરિયાના તાનાશાહએ દહેશત ઊભી કરી : તાનાશાહે નવા રાષ્ટ્રપતિને સત્તા સંભાળતા પહેલાં શક્તિ પ્રદર્શન કરીને સૌથી મોટા દુશ્મનને આકરો સંદેશ આપ્યો

પ્યોંગયાંગ, તા. ૧૫  :પરમાણુ હથિયારો ધરાવતા ઉત્તર કોરિયાના સનકી તાનાશાહ કિમ જોંગ ઉન  એ સત્તારૂઢ વર્કર્સ પાર્ટીની બેઠક ખત્મ થવા પર દુનિયાને પોતાના મહાવિનાશક હથિયારો દેખાડીને દહેશતમાં નાંખી દીધા છે. આ પરેડમાં સરમુખત્યાર કિમે પહેલીવાર સબમરીનથી ચાલતી કિલર મિસાઇલ લૉન્ચ કરી હતી.

કહેવાય છે કે સનકી તાનાશાહે અમેરિકાના નવા નિમાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનને સત્તા સંભાળતા પહેલાં શક્તિ પ્રદર્શન કરીને પોતાના સૌથી મોટો દુશ્મનને આકરો સંદેશ આપી દીધો છે. આખી પરેડમાં ઉત્તર કોરિયાની સેના એ એક-એકથી ચઢિયાતા ઘાતક હથિયારોની સાથે પરેડ કરી. ઉત્તર કોરિયાની જનતા જ્યાં કંગાળિયત અને ગરીબીથી ઝઝૂમી રહી છે ત્યારે તાનાશાહે આતિશબાજી પર ખૂબ પૈસાનો વરસાદ કર્યો.

ઉત્તર કોરિયાના સરકારી મીડિયા એ કહ્યું કે કિમ જોંગ ઉન ૫ વર્ષમાં ફરી એક વખત થનાર પાર્ટી કોંગ્રેસના કેન્દ્રમાં રહ્યા. આ બેઠકમાં કિમ જોંગે અમેરિકાને પોતાનો સૌથી મોટો દુશ્મન ગણાવ્યો. આ સૈન્ય પરેડની તસવીરો ઉત્તર કોરિયાની એજન્સી કેસીએનએન એ રજૂ કરી છે. આ પરેડ દરમ્યાન કિમ જોંગ ઉને ટોપી પહેરી હતી અને તેમણે લેધરનો કોટ પહેર્યો હતો. કિમ જોંગ ઉન કિમ ઇલ સુંગ ચોક પર હજારોની સંખ્યામાં હાજર સૈનિકો અને સામાન્ય પ્રજાનું હસીને સ્વાગત કર્યું.

ઉત્તર કોરિયન એજન્સીએ દાવો કર્યો કે આ સૈન્ય પરેડ દરમ્યાન દુનિયાની સૌથી ખતરનાક મિસાઇલનું પ્રદર્શન કર્યું. આ મિસાઇલને સબમરીન દ્વારા છોડી શકાય છે. પરેડના અંતમાં સોલિડ ફ્યુઅલથી ચાલનાર ઓછા અંતરની નવી મિસાઇલનું પ્રદર્શન કર્યું. કહેવાય છે કે આ મિસાઇલ ઝડપથી ગમે ત્યાં લઇ જઇ શકાય છે. ઉત્તર કોરિયાની સબમરીનને છોડનાર મિસાઇલ પુકજુકસોંગ-૫  આની પહેલાં દેખાડવામાં આવેલ ઁેાખ્તેાર્જહખ્ત-૪ કરતાં મિસાઇલનું અપગ્રેડેડ વર્ઝન છે. આની પહેલાં ઑક્ટોબર મહિનામાં ઉત્તર કોરિયાએ પુકજુકસોંગ-૪ મિસાઇલને રજૂ કરી હતી.

         ઉત્તર કોરિયાએ ગુરૂવારના રોજ થયેલી પરેડ દરમ્યાન દેશની સૌથી મોટી આંતરમહાદ્વીપીય મિસાઇલનું પ્રદર્શન કર્યું નહોતું. આ મિસાઇલ અંગે કહેવાય છેકે આ અમેરિકાના કોઇપણ ખૂણામાં પરમાણુ બોમ્બ તોડી પાડવામાં સક્ષમ છે. વર્કર્સ પાર્ટીના ૮ દિવસ સુધી ચાલેલી બેઠકમાં કિમ જોંગ ઉને દેશના પરમાણુ હથિયારોની તાકાત અને મિસાઇલોનો ઢગલો વધારવાનું વચન આપ્યું. કહેવાય છે કે પોતાના આ નિવેદન અને શક્તિ પ્રદર્શન દ્વારા કિમ જોંગ ઉન એ ૨૦ જાન્યુઆરીના રોજ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બનવા જઇ રહેલા જો બાઇડેનને સખ્ત સંદેશ આપ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે કિમ જોંગ ઉને પોતાના નિવેદનો દ્વારા બાઇડેનને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો. બાઇડેને ઉત્તર કોરિયાના નેતાને ઠગ ગણાવ્યા હતા. બાઇડેને આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પ સનકી તાનાશાહની મહત્વકાંક્ષાઓને રોકવામાં નિષ્ફળ રહ્યા.

(12:00 am IST)