Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

યુપીના મુખ્‍ય ધાર્મિક સ્‍થળોએ સુરક્ષા કડક બનાવાની પ્રક્રિયા શરૂ

લખનૌઃ ઉતર પ્રદેશની યોગી સરકારે રાજયના બધા પ્રમુખ ધાર્મીક સ્‍થળોની સુરક્ષા વધુ કડક કરવાની પ્રક્રીયા ઝડપી બનાવી છે. યુપીના ડીજીપી હિતેશચંદ્ર અવસ્‍થીએ અયોધ્‍યા, કાશી અને મથુરામાં પોલીસ ઉપાધીક્ષકના અલગ પદને મંજુરી આપી છે. જેથી વારાણસી-મથુરામાં ૩-૩ અને અયોધ્‍યામાં પોલીસ ઉપાધીક્ષક (સુરક્ષા)નું એક પદ ઉભુ કરાયું છે. ઉપરાંત અયોધ્‍યામાં સીઓ સુરક્ષાના વધુ બે પદ પણ ઉભા કરવાની તૈયારી કરાઇ છે.

અત્‍યાર સુધીમાં અયોધ્‍યા, વારાણસી અને મથુરાની સુરક્ષામાં સીઓની તૈનાથી તો હતી પણ તેના માટે કોઇ સ્‍થાયી પદ ન હતું. ડીજીપીના સુચન બાદ સીઓ સુરક્ષાના કાર્યક્ષેત્રમાં બદલાવ કરી શકાશે. જીલ્લા સ્‍તરથી સુરક્ષામાં તૈનાત સીઓને બદલી નહી શકાય. અગાઉ મથુરા-વારાણસીમાં નવ-નવ સીઓની તૈનાતી કરવામાં આવતી હતી.

 

 

(11:40 am IST)