Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કન્વેન્શન ફેઇલ થઈ જાય તો ઈનોવેશન કામ આવે છેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિવાટેક સંમેલનમાં સામેલ થયા : ઉત્પન્ન થયેલા વિઘ્નો બાદ સ્વાસ્થ્ય સુવિધા, અર્થવ્યવસ્થાને સુધારી તૈયાર કરવાની જરૂર પર ભાર મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, તા. ૧૬ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે વિવાટેક સંમેલન  સામેલ થયા અને તેમણે ટેક્નોલોજી અને ઇનોવેશનની સિદ્ધિઓ વર્ણવી હતી. તેમણે કહ્યુ કે, જ્યાં કન્વેન્શન ફેલ થઈ જાય છે તો ઇનોવેશન કામ આવે છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, મહામારીને કારણે ઉત્પન્ન થયેલા વિઘ્નો બાદ આપણે સ્વાસ્થ્ય સુવિધાઓ અને અર્થવ્યવસ્થાને સુધારી તૈયાર કરવાની જરૂર છે.

પ્રધાનમંત્રીએ આગળ કહ્યુ કે, ભારતના યૂથે દુનિયાની કેટલીક સૌથી ગંભીર સમસ્યાઓનું તકનીકી સમાધાન આપ્યું છે. આજે ભારતમાં ૧.૧૮ બિલિયન મોબાઇલ ફોન અને ૭૭૫ મિલિયન ઇન્ટરનેટ યૂઝર્સ છે.

તેમણે કહ્યું કે આરોગ્ય સેતુ દ્વારા અસરકારક કોન્ટ્રેક્ટ ટ્રેસિંગને ઇનેબલ કરવામાં આવ્યું. આપણા કો-વિન પ્લેટફોર્મે પહેલા જ લાખો લોકોની રસી નક્કી કરવામાં મદદ કરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જો આપણે ઇનોવેશન ન કરત તો કોરોના વિરૂદ્ધ આપણી લડાઈ ખુબ નબળી પડી હોત. તેમણે કહ્યું કે, આપણે આ ઉત્સાહને છોડવો જોઈએ નહીં કારણ કે આગામી પડકાર આવવા પર પહેલાથી સારી રીતે તૈયારી કરી શકાય.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આધારે મહામારી દરમિયાન લોકોને સમય પર મદદ પહોંચાડવામાં મદદ કરી, લોકોને ફ્રી રાશન, ભોજન પકાવવા માટે ઇંધણ આપવામાં આવ્યું. વિવા ટેક સંમેલનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોવિડની બે રસી ભારતમાં બનાવવામાં આવી છે અને કેટલીક અન્ય રસીના વિકાસ અને ટ્રાયલ ચાલી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ કે, હું પ્રતિભા, બજાર, મૂડી, પરિવેશ અને મુક્તપણાની સંસ્કૃતિ આ ૫ સ્તંભોના આધાર પર વિશ્વને ભારતમાં રોકાણ કરવા માટે આમંત્રિત કરુ છું. તેમણે કહ્યું કે, સ્ટાર્ટઅપને સ્વાસ્થ્ય સેવાઓ, પર્યાવરણ અનુકૂળ ટેક્નોલોજી, કૃષિ, શિક્ષણ-તાલિમની નવી રીતભાતના ક્ષેત્રમાં સંભાવનાઓ શોધવી પડશે.

ઉલ્લેખનીય છે કે વિવાટેકયૂરોપનું સૌથી મોટુ ડિજિટલ અનેસ્ટાર્ટઅપ કાર્યક્રમ છે.વર્ષ ૨૦૧૬થી દર વર્ષે ફ્રાન્સનીરાજધાની પેરિસમાં તેનું આયોજન કરવામાં આવે છે. આકાર્યક્રમમાં એપલના સીઈઓ ટિમ કુક, ફેસબુકના ચીફ અને સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને માઇક્રોસોફ્ટના હેડ બ્રેડ સ્મિથસહિત કોર્પોરેટ ક્ષેત્રની અન્યહસ્તિઓએ હાજરી આપી હતી.

(8:26 pm IST)