Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

વિમાનની સુરક્ષાને જોખમમાં મૂકનારાને એક કરોડનો દંડ

રાજ્યસભામાં ફ્લાઈટ અમેન્ડમેન્ટ બિલ પસાર : વિમાન સુધારણા બિલનો કોંગ્રેસના સાંસદે વિરોધ કર્યો

નવી દિલ્હી, તા. ૧૫ : રાજ્યસભામાં ફ્લાઈટ અમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૦ બહુમતિથી પસાર કરવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતમાં, ત્રણ નિયમનકારી સંસ્થાઓ જેવીકે નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ, નાગરિક ઉડ્ડયન સલામતી કચેરી અને હવાઇ અકસ્માત તપાસ કચેરીનાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વધુ અસરકારક બનાવવામાં આવશે.

કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કહ્યું કે એરક્રાફ્ટ સુધારા બિલ દેશમાં વિમાન કામગીરીની સલામતીના સ્તરને વધારવામાં મદદ કરશે. બિલમાં વિમાન કાયદા ૧૯૩૪ માં સુધારો કરીને દંડની મહત્તમ રકમ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં, દંડની મહત્તમ મર્યાદા ૧૦ લાખ રૃપિયા છે, જે બિલમાં વધારીને કરોડ કરવામાં આવી છે. વિમાનમાં હથિયારો, દારૃગોળો અથવા ખતરનાક પદાર્થો લઈ જવાની સજા ઉપરાંત કે કોઈપણ રીતે વિમાનની સલામતી જોખમમાં મૂકવામાં આવશે તો સજાની સાથે દંડની રકમ ૧૦ લાખ રૃપિયા હતી. નિયમોમાં ફેરફાર કરાયા છે. એરક્રાફ્ટ બિલમાં સુધારો કરીને, હાલની પેનલ્ટીની રકમ ૧૦ લાખ રૃપિયાથી વધારીને કરોડ કરવામાં આવી છે.

વિમાન સુધારણા બિલનો વિરોધ કરતાં કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો કે તે પીપીપી મોડેલ પર એરપોર્ટ વિકસાવવાના નામે એક કૌભાંડ છે. ભાજપના સાંસદ જીવીએલ નરસિંહા રાવે બિલનો બચાવ કરતાં કહ્યું કે બિલ આપણા ઉડ્ડયન ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવવાનું છે, જેના પગલે મુસાફરોની અવરજવરમાં મોટો વધારો થયો છે.

(10:25 am IST)
  • સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર : નર્મદા ડેમ અંગે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું- સરદાર સરોવર ડેમની સપાટી 138 મીટર થઈ:ડેમમાં હાલ પાણીની આવક ચાલુ: વડાપ્રધાન મોદીના જન્મ દિવસે નર્મદા ડેમ ભરાઈ જશે: ઉદ્યોગો, પશુઓ અને ખેતીને ફાયદો થશે: પાણીની આવકના કારણે પાવર હાઉસ ચાલુ છે. access_time 12:52 am IST

  • " બંધ કરો મતદાન , બીક જાતે હૈ શ્રીમાન " : કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને માફ કરવાના મૂડમાં પ્રજા નથી : મધ્ય પ્રદેશમાં યોજાનારી 28 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચારમાં નીકળેલા જ્યોતિરાદિત્ય સિંધીયાનો કાળા વાવટા દર્શાવી વિરોધ : ચીફ મિનિસ્ટર શિવરાજ સિંહ તથા ફાયર બ્રાન્ડ બીજેપી આગેવાન ઉમા ભારતી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારનો વિડિઓ વાઇરલ : સત્તા જાળવી રાખવા ભાજપ માટે 9 સીટ ઉપર વિજય મેળવવો મુશ્કેલ બની રહ્યો હોવાના એંધાણ access_time 8:56 pm IST

  • દેશમાં ૪,૯૮૨ આઈપીએસ અધિકારીઓ : ૧લી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ દેશમાં આઈપીએસ (પોલીસ ઓફીસરો)ની સંખ્યા ૪,૯૮૨ હતી તેમ મોદી સરકારે સંસદમાં જણાવ્યુ access_time 11:17 am IST