Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

દેશમાં કોરોનાએ સ્પીડ પકડી :છેલ્લા 10 લાખ કેસ માત્ર 11 દિવસમાં વધ્યા

કોરોનાના 30 લાખથી 40 લાખ કેસ થવામાં 13 દિવસ અને 50 લાખનો આંક પહોંચવામાં 11 દિવસ થયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાના ઝડ્પથી કેસ વધી રહ્યા છે કોરોનાના 10 લાખ પોઝિટિવ કેસ નોંધાયા બાદ કોરોનાએ સ્પીડ પકડી છે છેલ્લા 10 લાખ કેસ માત્ર 11 દિવસમાં વધ્યા છે કોરોનાના 30 લાખથી 40 લાખ કેસ થવામાં 13 દિવસ અને 50 લાખનો આંક પહોંચવામાં 11 દિવસ થયા  હતા

 આ પહેલા 30 જાન્યુઆરીએ પહેલો કેસ આવ્યાના 109 દિવસ બાદ દેશમાં સંક્રમિતોનો આંકડો 1 લાખ પહોંચ્યો હતો. બાકી 9 લાખ કેસ 69 દિવસમાં મળ્યા. પછી દર્દીઓનો આ આંકડો 10થી 20 લાખ થવામાં 21 દિવસ, 20થી 30 લાખ થવામાં 16 દિવસ લાગ્યા. ત્યારબાદ 30થી 40 લાખ કેસ થવામાં 13 અને 40થી 50 લાખ સંક્રમિત થવામાં 11 દિવસ લાગ્યા છે. અત્યાર સુધી દેશમાં 5.90 કરોડથી વધુ લોકોનું કોરોના ટેસ્ટિંગ થઈ ચુક્યું છે. તેમાંથી 8.47 ટકા લોકો પોઝિટિવ મળ્યા છે.

(12:00 am IST)
  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST

  • ર૧ સપ્ટેમ્બરથી ધો.૯ થી ૧રના વિદ્યાર્થીઓ માટે શાળાઓ નહીં ખુલેઃ કેબીનેટની બેઠકમાં ‌નિર્ણય access_time 1:15 pm IST