Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

સંજય દત્ત અચાનક મુંબઈથી દુબઈ માટે રવાના થઈ ગયો

ફેફસાના કેન્સર સામે જંગ લડી રહેલા સંજૂ બાબા અને માન્યતા મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં ગયા

મુંબઈ,તા.૧૬ : બૉલિવૂડ એક્ટર સંજય દત્ત ફેફસાંના કેન્સરનો સામનો કરી રહ્યા છે. એક્ટરે ૧૧ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ પોતે લંગ કેન્સરથી પીડિત હોવાની જાણકારી પોતાના પ્રશંસકોને આપી હતી. આ બીમારી વિશે જાણતાં જ સંજય દત્તે તેની ટ્રીટમેન્ટ લેવાની શરૂ કરી દીધી છે. હાલમાં તેઓએ મુંબઈની એક ખાનથી હૉસ્પિટલમાં કીમોથેરપીનો પહેલું ચરણ પૂરું કર્યું છે. આ દરમિયાન અહેવાલ છે કે સંજૂ બાબા અચાનક મુંબઈ છોડીને વિદેશ જતા રહ્યા છે. તેમની પત્ની માન્યતા દત્ત પણ તેમની સાથે છે. એક્ટરે મુંબઈ અચાનક છોડતાં પ્રશંસકો તેમની ચિંતા કરી રહ્યા છે. સંજય અને માન્યતા બંને ચાર્ટર્ડ ફ્લાઇટમાં સાથે ગયા છે. સંજય દત્ત પોતાની પત્ની માન્યતા દત્તની સાથે ૧૫ સપ્ટેમ્બરની સાંજે ૪ વાગ્યે મુંબઈથી દુબઈ માટે રવાના થયા છે. અહેવાલ મુજબ, એક્ટર પોતાના બાળકો શહરાન અને ઇકરાને ખૂબ મિસ કરી રહ્યા હતા અને તેમને મળવા માટે જ તેઓ દુબઈ રવાન થયા.

                              રિપોર્ટમાં સૂત્રોએ જણાવ્યું કે, લગભગ ૭થી ૧૦ દિવસ સુધી દુબઈમાં રહ્યા બાદ સંજય અને માન્યતા પરત મુંબઈ આવી જશે. શહરાન અને ઇકરા હાલ દુબઇમાં છે અને પોતાના ક્લાસિસ લઈ રહ્યા છે. સંજય દત્તને ફેફસાંના કેન્સર સામે લડતાં એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. અનેકવાર તેમને હૉસ્પિટલ જતાં પણ સ્પોટ કરવામાં આવ્યા છે. સંજય દત્ત કેન્સર સામે જંગ લડી રહ્યા છે પરંતુ તેઓએ આ બીમારીને પોતાના કામને આડે આવવા દીધી નથી. તેઓ સારવારની સાથોસાથ પોતાની નવી ફિલ્મ શમશેરાના શૂટિંગ ઉપર પણ ફોકસ કરી રહ્યા છે. નોંધનીય છે કે, મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં હાલમાં સંજય દત્તની સારવાર ચાલી રહી છે અને એક્ટર સતત ડૉક્ટર્સના સંપર્કમાં છે. સંજય દત્તની આવનારી ફિલ્મોની વાત કરીએ તો એક્ટર ટૂંક સમયમાં ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૨, રણબીર કપૂર સાથે શમશેરા, ભૂજઃ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયામાં જોવા મળશે.

(7:16 pm IST)
  • દેશમાં કોરોનાનો વધતો કહેર : રાત્રે 11-45 વાગ્યા સુધીમાં નવા 91.016 પોઝીટીવ કેસ નોંધાયા :1280 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 50.17.930 થઇ :9,96,079 એક્ટીવ કેસ :વધુ 82,802 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 39.39,048 રિકવર થયા : વધુ 1280 લોકોના મોત સાથે મૃત્યુઆંક 82,088 થયો access_time 12:23 am IST

  • " બંધ કરો મતદાન , બીક જાતે હૈ શ્રીમાન " : કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને માફ કરવાના મૂડમાં પ્રજા નથી : મધ્ય પ્રદેશમાં યોજાનારી 28 બેઠકોની પેટા ચૂંટણીના પ્રચારમાં નીકળેલા જ્યોતિરાદિત્ય સિંધીયાનો કાળા વાવટા દર્શાવી વિરોધ : ચીફ મિનિસ્ટર શિવરાજ સિંહ તથા ફાયર બ્રાન્ડ બીજેપી આગેવાન ઉમા ભારતી વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારનો વિડિઓ વાઇરલ : સત્તા જાળવી રાખવા ભાજપ માટે 9 સીટ ઉપર વિજય મેળવવો મુશ્કેલ બની રહ્યો હોવાના એંધાણ access_time 8:56 pm IST

  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST