Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

કુલ કેસ ૫૦૨૦૩૬૦

૨૪ કલાકમાં ૯૦૧૨૩ કેસ : ૧૨૯૦ના મોત

દેશમાં કુલ મૃત્યુઆંક ૮૨૦૬૬ : ૯૯૫૯૩૩ની સારવાર ચાલી રહી છે

નવી દિલ્હી તા. ૧૬ : ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. સાથોસાથ ૧૨૯૦ દર્દીઓના મોત થયા છે. જો એકટીવ કેસની વાત કરીએ તો તેની સંખ્યા ૧૦ લાખની નજીક પહોંચી ગઇ છે. જ્યારે કુલ કેસની સંખ્યા ૫૦ લાખને પાર કરી ગઇ છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯૦૧૨૩ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને ૧૨૯૦ લોકોના આ દરમિયાન મોત થયા છે.

કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૫૦૨૦૩૬૦ થઇ છે. જો એકટીવ કેસની વાત કરીએ તો ૯૯૫૯૩૩ છે. દેશમાં અત્યાર સુધીમાં ૩૯૪૨૩૬૧ લોકોએ કોરોનાને હરાવેલ છે. આ મહામારી અત્યાર સુધીમાં ૮૨૦૬૬ લોકોના મોત થયા છે.

દેશભરમાં ૧૫ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૫૯૪૨૯૧૧૫ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલે એક જ દિવસમાં ૧૧૧૬૮૪૩ લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું.

(10:26 am IST)