Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

બિહાર ચુંટણીમાં ભાજપા બનશે સૌથી મોટો પક્ષ?

દર વખતે વધતી જાય છે મતોની ટકાવારી

નવી દિલ્હી તા. ૧૬: બિહાર વિધાનસભાની છેલ્લી ચાર ચુંટણીઓમાં રાષ્ટ્રીય પક્ષોના વોટ શેરમાં સતત વધારો થયો છે. તેમાં રાષ્ટ્રીય પક્ષ ભાજપાના મતની ટકાવારીમાં સૌથી વધારો જોવા મળ્યો છે. બિહારમાં ભાજપા એક માત્ર એવો રાષ્ટ્રીય પક્ષ છે જેનો વોટ શેર અત્યારે બે આંકડામાં પહોંચી ગયો છે. નવેમ્બર ર૦૦૦માં બિહારમાંથી ઝારખંડ અલગ થયા પછી રાજયમાં ફેબ્રુઆરી અને ઓકટોબર ર૦૦પ, ર૦૧૦, ર૦૧પ માં વિધાનસભા ચુંટણીઓ થઇ ચૂકી છે.

આ દરમ્યાન બિહારમાં ચુંટણી લડનાર છ રાષ્ટ્રીય પક્ષો (ભાજપા, બસપા, સીપીઆઇ, સીપીએમ, કોંગ્રેસ અને એનસીપી)નો વોટશેર ફેબ્રુઆરી ર૦૦પમાં ર૩.પ૭ ટકાથી વધીને ર૦૧પમાં ૩પ.૬ ટકા થઇ ગયો હતો. જો કે તેમાં એક તરફી સૌથી વધુ વધારો ભાજપાના વોટશેરમાં થયો હતો.

ખાસ વાત એ છે કે એનડીએના શાસન કાળમાં બિહારનું ભિવાજપ થવા છતાં ભાજપાના વોટશેરમાં રેકોર્ડ વધારો થયો અને તે ર૦૦પમાં ૧૦.૯૬ ટકાથી ર૦૧પ માં વધીને ર૪.૪ર ટકાએ પહોંચી ગયો. એનું એક કારણ એ પણ હતું કે પક્ષે ર૦૧પમાં ૧પ૭ બેઠકો પર ચુંટણી લડી, આની પહેલા આ આંકડો ૧૦ર-૧૦૩ બેઠકોનો હતો. જો કે અન્ય પક્ષો પણ વધારે બેઠકો પર ચુંટણી લડતા રહ્યા પણ મોટા ભાગનાના વોટ શેરમાં ઘટાડો થયો આ દરમ્યાન કોંગ્રેસે ર૦૧૦માં સૌથી વધારે એટલે કે બધી ર૪૩ બેઠકો પર ચુંટણી લડી અને સૌથી ઓછી બેઠકો ર૦૧પમાં ૪૧ બેઠકો પર ઉમેદવારો રાખ્યા હતા. પણ તેનો વોટશેર ફેબ્રુઆરી ર૦૦પમાં પાંચ ટકા અને ર૦૧૦માં ૮.૩૭ ટકા રહ્યો હતો.

(12:53 pm IST)