Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

તનિષ્‍કની જાહેરાતના વિવાદ વચ્‍ચે ઝીશાન ઐય્‍યુબની પત્‍ની રસિકાએ ખોળો ભરવાના પ્રસંગ સોશ્‍યલ મીડિયામાં શેર કરીને લવ જીહાદ અંગે કોમેન્‍ટ કરી

મુંબઇઃ દેશભરમાં તનિષ્કની હિન્દુ-મુસ્લિમ એક્તા દર્શાવતી જાહેરાત સામે દેશભરમાં વિવાદ સર્જાયો. ત્યારે અભિનેતા ઝીશાન ઐય્યુબની પત્ની રસિગા અગાશેએ પોતાની ખોળો ભારવાના પ્રસંગની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. રસિકાએ સાથે લવ જિહાદ અંગે એક કોમેન્ટ પણ કરી છે.

તનિષ્ક જ્વેલર્સે વિવાદ બાદ પોતાની જાહેરાત પાછી ખેંચી લીધી છે. છતાં આ મુદ્દો હજુ તાજો છે. માત્ર રસિકા અગાશે જ નહીં ફિલ્મ સર્જક કબીર ખાનની પત્ની મિની માથુરે પણ પોતોના અનુભર શેર કર્યો છે.

વાસ્તવમાં ઝીશાન ઐય્યુબ મુસ્લિમ છે અને તેની પત્ની રસિકા એગાશે હિન્દુ છે. લગ્ન બાદ તેનો ખોળા ભરાયો. જે રિવાજ ઇસ્લામમાં નથી. અલબત્ત ગુજરાતમાં ઘણી મુસ્લિમ પરિવારોમાં આ પ્રથા જોવા મળે છે. આ જ પ્રસંગ તનિષ્કની જાહેરાતમાં શૂટ કરાયો છે.

જેની સામે લવ જિહાદનો મુદ્દો ચગાવવામાં આવતા Tanishqકંપની દ્વારા જાહેરાત પાછી ખેંચવામાં આવી હતી.

રસિકાએ પોતાનો ખોળો ભરાયાના પ્રસંગને શેર કરતા લખ્યું કે, “મારો ખોળો ભરાયો, વિચાર્યું શેર કરી દઉં, અને હાં લવ જિહાદ પર રોકળ કરતા પહેલાં મહેરબાની કરીને થોડું સ્પેશિયલ મેરેજ એક્ટ અંગે પણ વાંચી લો.

હવે રસિકાની આ તસવીર પર સોશિયલ મીડિયા યુઝર્સ બહુ કોમેન્ટ કરી રહ્યા છે. રસિકા ઉપરાંત ડાયરેક્ટ કબીર ખાનની પત્ની મિની માથુરે પણ પોતાનું ઉદાહરણ રજુ કરતા લખ્યું કે “આ અને આનાથી ઘણુ વધારે મને મારા બહુ સાંસ્કૃતિક લગ્નના પ્રેમમાં મળ્યું છે.

નોંધનીય છે કે તનિષ્ક (Tanishq)ની જાહેરાત સામે સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રત્યાઘાત આવ્યા હતા. જ્યાં ઘણા યુઝર્સે આ જાહેરાતને બિરદાવી હતી. બોલીવૂડના અનેક કલાકારોએ પણ તેના વખાણ કર્યા હતા. પણ કંગના જેવા કેટલાક લોકોએ એ જાહેરાતને ખોટી ગણાવી તેનો વિરોધ કર્યો હતો.

બોલીવૂડમાં બહુસાંસ્કૃતિક લગ્નના અનેક ઉદાહરણ

બોલીવૂડમાં બહુસાંસ્કૃતિક લગ્નના અનેક ઉદાહરણ છે. શાહરુખ- ગોરી છિબ્બરખાન, આમિર-રિના દત્તા બાદ કિરણ ખાન, સૈફ -કરિનાકપુર ખાન, કબીર-મિની માથુર ખાન, ઝીશાન-રસિકા, સોહાઅલી-કુણાલ ખેમુ, સુનિલ દત્ત- નરગીસ, સંજય દત્ત-માન્યતા (દિલનવાજ શેખ), રિતેશ દેશમુખ- જેનેલિયા ડિસૂઝા (કેથોલિક-ખ્રિસ્તી) વગેરે.

કંગનાએ શું લખ્યું હતું

કંગનાએ તનિષ્કની એડ સામે લખ્યું હતું કે “આ જાહેરાત ઘણી રીતે ખોટી છે. એ મહિલા જે પહેલાથી પોતાના ઘરમાં રહે છે. તેને સ્વીકૃતિ ત્યારે મળે છે. જ્યારે તેના ગર્ભમાં ઘરનો વારસદાર આવ્યો છે. તેનું ઘરમાં શુ મહત્વ, આ એજ માત્ર લવ જિહાદને નહીં પ્રમોટ કરતી પણ સેક્સિઝમને પણ પ્રોત્સાહિત કરે છે.

(5:44 pm IST)