Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

બિહાર ચૂંટણી : લોજપાની બીજી 26 ઉમેદવારોની યાદી જાહેર

મધુબનીથી અરવિંદ કુમાર, સાહેબગંજથી કૃષ્ણ કુમાર સિંહ, વૈશાલીમાંથી અજય કુમાર કુશવાહ, ખગડિયાથી રેણુ કુમારી અને રાજગીરમાંથી મંજૂ દેવી અને . ભાગલપુરમાંથી રાજેશ વર્માને ટિકિટ

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ચિરાગ પાસવાનની પાર્ટી લોક જનશક્તિ પાર્ટીએ શુક્રવારના રોજ 26 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

લોજપાએ બીજી યાદીમાં જે ઉમેદવારોની જાહેરાત કરી છે, તેમાં મુખ્ય નેતાઓમાં મધુબનીથી અરવિંદ કુમાર, સાહેબગંજથી કૃષ્ણ કુમાર સિંહ, વૈશાલીમાંથી અજય કુમાર કુશવાહ, ખગડિયાથી રેણુ કુમારી અને રાજગીરમાંથી મંજૂ દેવી સામેલ છે. ભાગલપુરમાંથી રાજેશ વર્માને ટિકિટ અપાઈ છે. જ્યાં આ સીટ પર ભાજપે રોહિત પાંડે પણ ઉતાર્યા છે

  અત્રે  ઉલ્લેખનીય છે કે, ચિરાગ પાસવાનની પાર્ટી લોકજનશક્તિ પાર્ટી આ વખતે પણ એનડીએથી અલગ થઈને ચૂંટણી લડી રહી છે. ચિરાગ પાસવાને કહ્યુ હતું કે, તેને નીતિશ કુમારની આગેવાની પસંદ નથી. જો કે, ભાજપ પ્રત્યે ચિરાગનું કુણૂ વલણ છે. બિહારમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. જ્યાં 28 ઓક્ટોબરથી મતદાન થશે.

(10:37 pm IST)