Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

લોકો રાજા અને સ્થાનીક સરકારથી પરેશાન

થાઇલેન્ડમાં લોકશાહી માટે લોકોનું રાજાને પત્ર લખી આંદોલન

કવાલાલાંપુરઃ થાઇલેન્ડમાં લોકો રાજાશાહીના બદલે લોકશાહી લાવવા માટે રસ્તા ઉપર ઉતર્યા છે. પોતાનો વિરોધ દર્શાવવા અલગ-અલગ પ્રકારે વિરોધ પ્રદર્શન કરી રહ્ના છે. હિંસક પ્રદર્શનને બદલે યુવાઓ રાજાને પત્ર લખી રહ્ના છે કે આ આંદોલન પાછળ કોઇ સર્વમાન્ય નેતા નહી પણ જનતા જ નેતૃત્વ કરી રહી છે.

થાઇલેન્ડમાં જનતા વડાપ્રધાન અને પૂર્વ સેના પ્રમુખ પ્રયુથ છાન-ઓ-છાના - શાસનથી પરેશાન તો છે જ અને રાજાની કાર્યશૈલીથી પણ નાખુશ છે. છેલ્લા અઠવાડીયાથી પત્ર લખવાનું આંદોલન ચરમ પર છે. ઉપરાંત હજારો પ્રદર્શનકારીઓઍ શાહી ઓફીસ પહોîચીને પ્રદર્શન પણ કરેલ. પત્રમાં રાજાને તેની કાર્યશૈલીમાં પરિવર્તન લાવવાની માંગ કરી છે.

અહીંની પ્રજા રાજા કરતા સ્થાનીક સરકારથી વધુ પરેશાન છે. ગયા વર્ષે ચૂંટણીમાં પ્રયુથ છાન જીત્યા તો ખરા  પણ તેમના વિરૂદ્ધ આંદોલનકારી અને વિપક્ષ તેને નિષ્પક્ષ નથી માનતા તેમણે ચુંટણીમાં ધાંધલીનો આરોપ લગાડેલ. પ્રયુથની મનમાની ઍટલી છે કે તેમણે વિરોધીઓનો અવાજ દબાવવા વિરોધ પક્ષ ઉપર પ્રતિબંધ લગાવેલ. લોકોઍ દેશમાં અર્થ વ્યવસ્થા ડામાડોળ હોવાનો આરોપ લગાડેલ. પત્રોમાં જણાવાયેલ કે રાજાઍ પ્રશંસાની સાથે ટીકાઓ પણ સાંભળવાની ક્ષમતા રાખવી જાઇઍ.

લોકોની માંગ છે કે સંવીધાનમાં સંશોધન કરી તેને લોકતાંત્રીક અને લોક કેન્દ્રીત બનાવાય. બંધારણીય રાજતંત્રમાં રાજાની ભૂમિકામાં પરિવર્તન થાય. સેના અને રાજદરબાર વચ્ચે લોકતાંત્રીક વ્યવસ્થાની બહાર કોઇ સાંઠગાંઠ ન હોય.(૬.૫)

(11:30 am IST)