Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

ઇન્ડિયન અમેરિકન શ્રી આફતાબ પુરેવાલ સિનસિનાટી મેયર પદની સ્પર્ધામા : શહેર કઠિન પરિસ્થિતિમાં પસાર થઇરહ્યું હોવાથી યોગ્ય નેતૃત્વ જરૂરી હોવાનું મંતવ્ય

વોશિંગટન : ઇન્ડિયન અમેરિકન શ્રી આફતાબ પુરેવાલ એ સિનસિનાટી શહેરના મેયર પદ માટે ઉમેદવારી નોંધાવી છે.14 જાન્યુઆરીના રોજ તેમણે ટવીટરના માધ્યમ દ્વારા ઉપરોક્ત બાબતને સમર્થન આપ્યું હતું.
ડેમોક્રેટ પાર્ટી સાથે સબંધ ધરાવતા  આફતાબ પુરેવાલ એ જણાવ્યું હતું કે પોતાનું શહેર તેમજ સમગ્ર દેશ કઠિન પરિસ્થિતિમાં પસાર થઇ રહ્યા હોવાથી યોગ્ય નેતૃત્વની શહેરને જરૂર છે.

શ્રી આફતાબના માતાપિતા 1980 ની સાલમાં ભારતથી અમેરિકા ગયા હતા.તથા ઓહિયો શહેરમાં સ્થાયી થયા હતા.

2018 ની સાલમાં તેમણે કોંગ્રેસમાં પણ ઉમેદવારી નોંધાવી હતી.પરંતુ તેઓ પરાજિત થયા હતા.હવે શહેરના વિકાસ માટે તેઓ સિનસિનાટી શહેરના મેયર તરીકેની જવાબદારી સાંભળવા માંગે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:38 pm IST)