Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

દેશની વિદેશ નીતિને લઈને રાહુલ ગાંધી અને જયશંકર વચ્ચે લાંબી ચર્ચા

બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર અને શિવસેના તરફથી પ્રિયંકા ચતુર્વેદી પણ હાજર

નવી દિલ્હી: દેશની વિદેશ નીતિને લઈને શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકર અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વચ્ચે ખુબ જ લાંબી ચર્ચા થઈ. રાહુલે ચીનના મુદ્દા પર જયશંકરને અનેક પ્રશ્ન-જવાબ કર્યા. બંને નેતા શનિવારે વિદેશ મુદ્દાઓ પર સંસદીય સલાહકાર સમિતિની બેઠકમાં એક સાથે એક મંચ પર હતા. આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર અને શિવસેના તરફથી પ્રિયંકા ચતુર્વેદી પણ હાજર હતા.

અંગ્રેજી સમાચાર હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતની વિદેશ નીતિને લઈને લગભગ એક કલાક પ્રજેન્ટેશન આપ્યું. તે પછી ત્યાં હાજર નેતાઓના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. આ દરમિયાન રાહુલે જયશંકરને કહ્યું કે, તેમને ચીન સાથે ટક્કર લેવા માટે જે વાતોનો ઉલ્લેખ કર્યો તે કોઈ લોન્ડ્રી લિસ્ટ જેવી છે, તે કોઈ નક્કર રણનીતિ જેવી લાગતી નથી. રાહુલની આ ટિપ્પણી પછી જયશંકરે કહ્યું કે, કોઈપણ બહુધ્રૂવીય વિશ્વ અથવા બહુધ્રૂવીય મહાદેશને પહોંચીવળવા માટે સાધારણ રણનીતિ અપનાવી શકાય નહીં.

રાહુલે જયશંકરને પૂછ્યું, શું તમારા મગમાં કોઈ સ્પષ્ટ રણનીતિ છે, જેને તમે ત્રણ શબ્દોમાં કહી શકો. ચીનની રણનીતિ સમુદ્રથી જમીન સુધી જવાની છે, તે જૂના સિલ્ક રૂટને યૂરોપથી જોડવા ઈચ્છે છે અને ભારતને હાંસિયા પર ધકેલીને સીપીઈસી દ્વારા ખાડી સુધી પહોંચવા ઈચ્છે છે. ભારત આનો મુકાબલો કરવા માટે શું કરશે? તેના જવાબમાં જયશંકરે કહ્યું કે, ભારત, જાપાન અને રશિયાને નજર અંદાજ કરી શકે નહીં. તેમની શક્તિ પણ સતત વધી રહી છે. આપણે મલ્ટીપોલર દુનિયા વિશે વિચારવું જોઈએ.

આ ચર્ચામાં રાહુલે કહ્યું કે, યૂપીએ સરકાર દરમિયાન અમારી વિદેશ નીતિ વધારે સારી હતી. તેના જવાબમાં જયશંકરે કહ્યું કે, પડોશીઓ સાથે સંબંધોમાં પાછલા છ વર્ષોમાં નાયકીય રૂપથી સુધાર થયો છે. ઉદાહરણ માટે તેમને કહ્યું કે, ખાડી દેશો સાથે સંબંધ, યૂપીએના વર્ષોમાં ભારતીય સમુદાય અને ઉર્જા સંબંધિત લેવડ-દેવડ સુધી સીમિત હતા, પરંતુ મોદી સરકાર હેઠળ સંબંધોને લઈને એક અલગ તસવીર બની છે.

પાછળથી બેઠકનો એક ફોટો શશિ થરૂરે ટ્વિટર પર શેર કર્યું. તેમને લખ્યું કે, વિદેશ મામલો પર સંસદીય સલાહકાર સમિતિની સાઢા ત્રણ કલાકની બેઠક 11:30 વાગે શરૂ થઈ અને હાલમાં ખત્મ થઈ. વિદેશ મંત્રી ડો. એસ જયશંકર અને ડઝન એક સાંસદો વચ્ચે એક વિસ્તૃત, ઉત્સાહજનક અને સ્પષ્ટ ચર્ચા થઈ. આપણે સરકાર સાથે આવી રીતની વધુ વાતચીતની જરૂરત છે.

(1:28 pm IST)
  • છેલ્લા ૨૪ કલાકમાં કેરળમાં ફરી કોરોનાના નવા- કેસનો આંક છ હજાર આસપાસ પહોંચી ગયો છે : મહારાષ્ટ્રમાં પણ ૩૦૦૦ આસપાસ નવા કેસ નોંધાયા છે: જ્યારે ગુજરાતમાં ૫૦૫ કેસ નોંધાયા છે, ગુજરાતમાં કોરોના કેસ સતત ઘટતા જતા હોય દેશમાં હવે દસમા નંબરે રહેલ છે: સૌથી ઓછા કેસોમાં ગુરુગ્રામમાં ૩૫, ચંદીગઢમાં ૩૯, ઈન્દોર ૪૩, જયપુર ૫૬, હિમાચલ ૭૧, ગોવા ૮૩, ભોપાલ ૮૭, અમદાવાદ ૯૯ અને જમ્મુ અને કાશ્મીર ૧૦૯ કેસ નોંધાયા છે. access_time 3:30 pm IST

  • વિશ્વભરમાં કોરોનાનો હાહાકાર યથાવત ચાલુ : અમેરિકાને કોરોના સતત નચાવે છે: આજે સવાર સુધીમાં બે લાખથી ઉપર કેસ નોંધાયા : અમેરિકામાં પોઝિટિવિટી રેટ ૧૦.૭ ટકા, સવા લાખ કોરોના દર્દીઓ હોસ્પિટલમાં, ૨૩ હજારથી વધુ આઈસીયુમાં અને ૨૪ કલાકમાં લગભગ ૩૭૦૦ નવા મૃત્યુ થયા છે : અત્યાર સુધીમાં ૧.૩૭ કરોડ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી અપાઇ ચૂકી છે: બ્રાઝિલમાં સવાર સુધીમાં નવા ૬૨ હજાર, ઇગ્લેન્ડમાં ૪૧ હજાર, રશિયામાં ૨૪ હજાર, ફ્રાન્સમાં ૨૧ હજાર, ઇટાલીમાં ૧૬ હજાર અને ભારતમાં નવા કોરોના કેસ ૧૫,૧૪૪ નોંધાયા છે: આ ઉપરાંત જર્મનીમાં ૧૪ હજારથી વધુ, ઈઝરાયેલમાં ૮ હજારથી વધુ અને જાપાન- કેનેડામાં છ હજારની આસપાસ નવા કેસ નોંધાણા: યુનાઇટેડ આરબ અમીરાતમાં પણ ૨૪ કલાકમાં ૩૪૦૦થી વધુ કોરોના કેસ નોંધાયા છે: ભારતમાં આજે 181 નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૫,૧૪૪ નવા કેસો સામે ૧૭ હજારથી પણ વધુ લોકો સાજા થયા છે. access_time 3:30 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 12,948 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,71,658 થઇ :એક્ટિવ કેસ 2,05,573 થયા: વધુ 13,164 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,09,048 થયા :વધુ 136 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,447 થયા access_time 11:58 pm IST