Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

અમેરિકા ના રાષ્ટ્રપતિ જો બાઈડન ને ઉજરા જેયાને વિદેશ મંત્રાલયમાં એક મહત્ત્વનું પદ પર નિયુક્ત કર્યા

વોશિંગ્ટનઃ અમેરિકા ના નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડન ને દેશના પ્રવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ની નિતિઓના વિરોધમાં 2018માં વિદેશ સેવા છોડવા વાળી ભારતીય અમેરિકી રાજનયિક ઉજરા જેયા  ને વિદેશ મંત્રાલયમાં એક મહત્ત્વનું પદ પર શનિવારે નિયુક્ત કર્યા છે. જો બાઈડન દ્વારા વિદેશ મંત્રાલય માટે જાહેર થયેલાં મહત્ત્વના પદોના નામાંકન અનુસાર, જેયા ને અસૈન્ય સુરક્ષા, લોકતંત્ર અને માનવાધિકાર માટેના અવર મંત્રી નિયુક્ત કરવામાં આવ્યાં છે.

જો બાઈડન ને કહ્યું, વિદેશ મંત્રી ટોની બ્લિંકનના નેતૃત્વ વાળી આ વિવિધતા સભર સંપૂર્ણ ટીમ મારા વિશ્વાસનું પ્રતીક છે. જ્યારે અમેરિકા પોતાના સહયોગિઓ સાથે મળીને કામ કરે છે, ત્યારે તે સૌથી મજબૂત હોય છે.

ઉજરા જેયાએ હાલમાં જ અલાયંસ ફોર પીસબિલ્ડિંગની અધ્યક્ષ અને સીઈઓના રૂપમાં સેવા આપી છે. તેમણે 2014થી 2017 સુધી પેરિસ સ્થિત અમેરિકી દૂતાવાસમાં મિશનની ઉપ પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. પરંતુ તેમણે ટ્રંપની નીતિઓના વિરોધમાં સપ્ટેમ્બર 2018માં રાજીનામું આપી દીધું હતું. જેયાએ આ પહેલાં 2012થી 2014 સુધી લોકતંત્ર માનવાધિકાર અને શ્રમ બ્યૂરોના કાર્યવાહક સહાયક મંત્રી અને પ્રધાન ઉપસહાયક મંત્રી તરીકે પણ સેવા આપી હતી. જેયા વર્ષ 1990માં વિદેશ સેવામાં જોડાયા હતાં. અને તેમણે નવી દિલ્લી, મસ્કત, દમિશ્ક, કાહિરા અને કિંગ્સ્ટનમાં સેવા આપી છે.

(1:29 pm IST)