Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

‘કાયદો રદ નહીં થાય’ : સરકારે ખેડૂતોની શંકા દૂર કરવા માટે નવો પ્રસ્તાવ મોકલ્યો

સુપ્રીમ કોર્ટ દ્વારા રચિત કમેટી સામે નહીં જાય ખેડૂતો:કાયદા રદ કરાવવાની માંગ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે 10મા તબક્કાની વાતચીત પહેલા આંદોલન કરી રહેલા ખેડૂત યૂનિયનોને ત્રણ કૃષિ કાયદા સંબંધિત શંકાઓને દૂર કરવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે સરકારે એપીએમસી અને વેપારીની નોંધણી સંબંધિત શંકાઓને દૂર કરવા ખેડૂત સંગઠનોને નવો પ્રસ્તાવ મોકલ્યો છે, જેથી 10મા તબક્કાની વાતચીતમાં તેના પર વિચાર-વિમર્શ થઇ શકે

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે અમે ખેડૂત યૂનિયનોને એક પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં અમે અન્ય વસ્તુ સિવાય એપીએમસી અને વેપારીના સંબંધમાં તેમની શંકાઓને દૂર કરવા પર સંમત છે. સરકારે પરાલી સળગાવવા અને વિજળી કાયદા પર ચર્ચા કરવા માટે પણ સંમતિ વ્યક્ત કરી છે, પરંતુ ખેડૂત સંગઠન માત્ર કાયદાને રદ કરાવવા માંગે છે. Agriculture Law

કૃષિ મંત્રીએ ફરી જણાવ્યું કે સરકાર કાયદામાં સુધારા કરવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે આ કાયદા આખા દેશ માટે બનાવવામાં આવ્યા છે અને અનેક ખેડૂત આ કાયદાથી ઘણાં ખુશ છે. તેમણે જણાવ્યું કે ખેડૂત સંગઠન પોતાની માંગ પર અડગ છે, તેઓ સતત કાયદાને રદ કરવા માટે કહી રહ્યા છે. જ્યારે સરકાર કાયદા લાગૂ કરે છે, તો આખા દેશ માટે હોય છે. મોટાભાગના ખેડૂતો, તજજ્ઞો, વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો આ કાયદાથી સંમત અને ખુશ છે.

કૃષિ મંત્રીએ જણાવ્યું કે હવે સુપ્રીમ કોર્ટની દખલગીરી પછી કાયદાને પરત લેવાની માંગનો કોઈ આધાર નથી રહી ગયો. તેમણે જણાવ્યું કે જ્યારે સુપ્રીમ કોર્ટે કાયદા લાગૂ કરવા પર રોક લગાવી છે, તો હું સમજૂ છુ કે તેને પરત લેવાનો પ્રશ્ન જ ખતમ થઇ ગયો છે. હું ખેડૂતો પાસેથી અપેક્ષા રાખુ છે કે 19 જાન્યુઆરીએ થનારી વાર્તામાં ખેડૂત કાયદા પરતની માંગ છોડી ખુલ્લા મનથી સુધારાના વિકલ્પો પર વાત કરશે

(8:00 pm IST)