Gujarati News

Gujarati News

News of Sunday, 17th January 2021

સોશિઅલ મીડિયાના યુગમાં કોર્ટ અને ન્યાયધિશોની થઇ રહેલી ટીકાઓ આઘાતજનક : આપણો સમાજ પરિપક્વ નથી : બાર એશોશિએશને અવાજ ઉઠાવવો જોઈએ : આપણે પણ ન્યાયતંત્રનો એક ભાગ છીએ : સીનીઅર એડવોકેટ હરીશ સાલ્વેએ વ્યથા વ્યક્ત કરી

ન્યુદિલ્હી : તાજેતરમાં જસ્ટિસ પી.ડી.દેસાઈ મેમોરિયલ લેક્ચર પ્રસંગે બોલતા સીનીઅર એડવોકેટ હરીશ સાલ્વેએ વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સોશિઅલ મીડિયાના યુગમાં કોર્ટ અને ન્યાયધિશોની થઇ રહેલી ટીકાઓ આઘાતજનક છે.આપણો સમાજ પરિપક્વ નથી. જે કોર્ટ અને ન્યાયધિશોની સ્વતંત્રતા ઉપર કુઠારાઘાત સમાન છે. જે સામે બાર એશોશિએશનના યુવા સભ્યો પણ ચૂપ છે.તમામે આ મામલે અવાજ ઉઠાવવો જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે મને આ બાબત ખુબ અકળાવનારી અને દુઃખદ લાગે છે. બાર એશોશિએશન પણ આ બાબતે ચૂપ છે. જે મારા હ્ર્દય ઉપર આઘાત સમાન  છે.કોર્ટની અવગણના સામે જજની બેન્ચ અવાજ ઉઠાવે તેને બદલે આ કામ બાર એશોશિએશને  કરવું જોઈએ.કારણકે આપણે પણ ન્યાયતંત્રનો એક ભાગ છીએ.

તેમણે આ તકે પૂર્વ ચીફ જસ્ટિસ સ્વ.એચ.એસ.કાપડિયાને એક જજમેન્ટ આપવા બદલ ભ્રષ્ટાચારી હોવાનો કરાયેલો આક્ષેપ યાદ કર્યો હતો.અને આવા આક્ષેપથી તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.સ્વ.કાપડિયાએ આવા આક્ષેપ સામે બાર એશોશિએશન ચૂપ હોવા બદલ વ્યથા પણ વ્યક્ત કરી હતી.તેમણે કોર્ટ અને ન્યાયધીશો વિરુદ્ધ થઇ રહેલી ટીકાઓ સામે યુવા વકીલો ચોક્કસ અવાજ ઉઠાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:19 pm IST)