Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

એર ઇન્ડિયા નું ભાવિ અનિશ્ચિત, સરકારે હાથ અદ્ધર કરી લીધા

એર ઇન્ડિયા પર ૬૦ હજાર કરોડનું દેવું : સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ એર ઈન્ડિયાના ભાવિ સંદર્ભે રાજ્યસભામાં નિવેદન આપ્યું

નવી દિલ્હી, તા. ૧૫ : સરકારે મંગળવારે સ્પષ્ટ કહી દીધું કે, દેવામાં ડૂબેલી સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાને વેચવા કે બંધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં વાત કહી. એરક્રાફ્ટ અમેડમેન્ટ બિલ, ૨૦૨૦ પાસ થયા પહેલા તેમણે એર ઈન્ડિયાના ખાનગીકરણ અંગે કહ્યું કે, જો સરકાર તેમાં મદદ કરી શકે તેમ હોત તો તેણે તેનું સંચાલન ચાલુ રાખ્યું હોત. પરંતુ, કંપની પર ૬૦ હજાર કરોડ રૃપિયાનું દેવું છે અને સરકારની પાસે તેને ખાનગી હાથોમાં સોંપવા કે બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું કે, 'અમને પૂરો વિશ્વાસ છે કે, એર ઈન્ડિયાને નવા માલિકને સોંપવામાં આવશે., જેથી તેનું કામકાજ ચાલુ રહે.' પહેલા સોમવારે બ્લૂમબર્ગે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, સરકાર એર ઈન્ડિયાની હરાજીને આકર્ષક બનાવવા માટે એક શરતને હટાવવા પર વિચાર કરી રહી છે.

       તે મુજબ, નવા માલિકને . અબજ ડોલરના એરક્રાફ્ટ ડેબ્ટમાંથી મુક્તિ મળી જશે. ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયાની ખોટ દિવસેને દિવસે વધી રહી છે એટલે તેને ખરીદવા માટે કંપનીઓ આગળ આવતા અચકાઈ રહી છે. દરમિયાનમાં કહેવાઈ રહ્યું છે કે, ટાટા ગ્રુપ એર ઈન્ડિયા માટે બોલી લગાવી શકે છે. જણાવી દઈએ કે, ૬૭ વર્ષ પહેલા રાષ્ટ્રીયકરણ કાર્યક્રમ અંતર્ગત ટાટા જૂથે પોતાની માલિકીની એર ઈન્ડિયાને સરકારને સોંપી દીધી હતી. હવે, ટાટા જૂથ ફરી તેનું માલિક બને તેવી શક્યતાઓ ઊભી થઈ છે. હાલ મહારાજાના નામથી જાણીતી એર ઈન્ડિયા કોઈ સમયે ટાટા એરલાઈન્સના નામે જાણીતી હતી. ટાટા એરલાઈન્સે ૧૯૩૨માં સેવાઓ શરૃ કરી હતી.

       દેશના પહેલા લાઈસન્સ ધરાવતા પાયલટ જેઆરડી ટાટાએ પોતે ૧૫ ઓક્ટોબર ૧૯૩૨એ કરાચીથી મુંબઈની ફ્લાઈટ ઉડાવી હતી. તે પચી ૧૯૪૬માં તેનું નામ બદલીને એર ઈન્ડિયા કરી દેવાયું હતું. પછી વર્ષ ૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ કાર્યક્રમ અંતર્ગત સરકારે એર ઈન્ડિયાને ખરીદી લીધી હતી. દેશના એરપોર્ટોને અદાણી ગ્રુપના હાથમાં વેચવાના વિપક્ષના આરોપોનો જવાબ આપતા પુરીએ કહ્યું કે, મુંબઈ અને દિલ્હી એરપોર્ટમાં એર ટ્રાફિકનો ૩૩ ટકા હિસ્સો છે, જ્યારે અદાણી ગ્રુપને અપાયેલા એરપોર્ટનો કુલ ટ્રાફિકમાં માત્ર ટકા ભાગ છે.

(12:00 am IST)
  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST