Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

શુક્રવારથી અધિકમાસનો પ્રારંભઃ અધિક માસસ્ય અધિકમ્ ફલમ્

સૂર્ય રાશિ ન બદલે, ત્યારે આવતો પ્રથમ માસ એટલે અધિકમાસઃ વાસ્તુ, લગ્ન, પ્રતિષ્ઠા પર પ્રતિબંધ : વાવ-કૂવો-તળાવ ખોદવાના મુહૂર્ત નહિં અપાય

મુંબઇ, તા.૧૬: સૂર્ય રાશી ન બદલે ત્યારે આવેલા પ્રથમ માસને અધિક માસ ગણવામાં આવે છે. આગામી તા.૧૮મી સપ્ટેમ્બરના શુક્રવારથી અધિક માસ(પુરુષોત્ત્।મ માસ-મલમાસ)શરુ થશે. અધિક માસમાં વાસ્તુ, લગ્ન, પ્રતિષ્ઠા કરાતા નથી કે વાવ, કૂવો, તળાવ ખોદવાના મુહૂર્ત પણ અપાતા નથી. જયોતિષાચાર્ય કિરીટ જાનીના ઉલ્લેખ્યા મુજબ તા.૧૬મી સપ્ટેમ્બરના(ભાદરવા વદ-૧૪)ના રોજ સાંજે ૭.૦૭ કલાકે સૂર્ય કન્યા રાશીમાં પ્રવેશ કરશે. જે તા.૧૭મી ઓકટોબરની સવારે ૭.૦૭ કલાકે તુલા રાશીમાં જશે. અધિક માસમાં વ્રત,જપ, તપ, દાન તેમજ મંત્રજાપનું વિશેષ માહત્મ્ય છે. વિષ્ણુ ભગવાનની પૂજા-વિષ્ણુમંત્રના જાપ અધિક ફળદાયી નિવડે છે. ભાસ્કર મુનિના ર્ંસિધ્ધાંત શિરોમર્ણીં ગ્રંથમાં ચોક્કસ નિયમો દર્શાવેલા છે. બ્રહ્મ ાજીના મત અનુસાર અધિક મહિનો ફાગણથી આસોમાસ સુધીના ૮ મહિનામાં જ આવે છે. જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ ન બદલે તે અધિક માસ ગણાય છે. એટલે કે એક અમાસથી બીજી અમાસ સુધી સૂર્ય નવી રાશી બદલતો નથી.

ઋતુચક્ર સૂર્ય આધારિત છે

પૃથ્વી પર પર્યાવરણની સ્થિતી(ઋતુચક્ર)સૂર્ય આધારિત છે. જેથી પંચાંગમાં ઋતુ અને મહિનાઓના ચક્રની સ્થિતી જાળવી રાખવા તફાવત દૂર કર્યો છે. અન્યથા દર ૩૩ વર્ષે ઋતુ અને માસમાં પરિવર્તન થઇ જાય છે. આવી પરિસ્થિતી ન સર્જાય એ માટે દર ૩૨ કે ૩૩માં મહિને એક વધારાનો માસ ઉમેરાય છે. જેને અધિક માસ તરીકે લેખાવવામાં આવે છે.

દર વર્ષે ૧૧ દિવસનો તફાવત

સૂર્ય વર્ષ ૩૬૫ દિવસ, ૬ કલાક અને ૯ મિનિટનું હોય છે. જયારે ચન્દ્ર વર્ષ ૩૫૪ દિવસ, ૮ કલાક, ૪૮ મિનિટ અને ૩૫ સેકન્ડનું હોય છે. સૂર્ય અને ચન્દ્રની ગતિના ભેદને લીધે દર વર્ષે ૧૧ દિવસનો તફાવત પડે છે.

(10:24 am IST)